સેલિબ્રેશન / ‘સ્કાય ઇઝ પિન્ક’ ફિલ્મની રેપ અપ પાર્ટી, પ્રિયંકાએ કહ્યું- આ સૌથી અઘરો અને સુંદર અનુભવ હતો

Wrap up party of film Sky is Pink, Priyanka Chopra said-hardest, loveliest experience
Wrap up party of film Sky is Pink, Priyanka Chopra said-hardest, loveliest experience

Divyabhaskar.com

Jun 12, 2019, 10:58 AM IST

બોલિવૂડ ડેસ્ક: પ્રિયંકા ચોપરા હાલ મુંબઈ છે અને તેણે ‘સ્કાય ઇઝ પિન્ક ફિલ્મ’ની રેપ અપ પાર્ટીમાં હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સ્ટારર ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું અગાઉ શૂટિંગ પૂરું થયું ત્યારે ટીમે કેક કટ કરીને સેટ પર જ સેલિબ્રેશન કર્યું હતું. ત્યારબાદ હવે ફિલ્મની આ રેપ અપ પાર્ટીમાં પ્રોડ્યૂસર, ડિરેક્ટર, સ્ટારકાસ્ટથી લઈને ક્રૂ મેમ્બર્સ પાર્ટીમાં હાજર રહ્યા હતા. જોકે, આ પાર્ટીમાં ફરહાન અખ્તર મિસિંગ હતો.

પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘અને આ પૂરું થયું. આ મૂવી મારા માટે ઘણી જ સ્પેશિયલ છે. માત્ર એટલે નહિ કે રોની અને સિડે મારા પહેલા હિન્દી પ્રોડક્શનમાં મારી સાથે પાર્ટનરશિપ કરી છે. પરંતુ એટલે પણ કે તેઓએ એક સાચી સ્ટોરીને કહેવા માટે ચાન્સ લીધો. ફરહાન અખ્તર તું એક અમેઝિંગ કો-એક્ટર છે. આ સૌથી સુંદર અને અઘરો અનુભવ હતો. સોનાલી બોઝ તમારા અદભુત યુનિક વિઝન બદલ આભાર. મને ગર્વ છે કે તમે મારા પર ભરોસો મૂક્યો. અમારી ક્રૂનો ખૂબ આભાર જેમણે 10 મહિના કોઈપણ આરામ વગર સતત આ અદભુત ફિલ્મ માટે કામ કર્યું.’

And it’s a wrap. This movie is special to me on so many levels. Not just because @roykapurfilms and @rsvpmovies (Sid and ronnie) partnered with me on my first Hindi production.. but also took the chance on me to bring to life a character and a true story that needed to be told. @faroutakhtar you made an amazing co actor all over again with all the laughter and fun!(you were missed tonight) and my amazing @zairawasim_ and @rohitsaraf10 who I’ve made friends for life with! This was the hardest loveliest experience. Thank you @shonalibose_ for your incredibly unique vision. I’m so proud of your faith in me. Thank you so much to Our crew who worked tirelessly for 10 months to make this special piece of cinema. I love you all. ❤️ See u at the pictures!!! 🙏🏽 #skyispink 🍿 🎥

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

સ્કાય ઇઝ પિન્ક ફિલ્મને સોનાલી બોઝે ડિરેક્ટર કરી છે. જ્યારે ફિલ્મના પ્રોડ્યૂસર પ્રિયંકા ચોપરા, સિદ્ધાર્થ રોય કપૂર અને રોની સ્ક્રૂવાલા છે. ફિલ્મ આ વર્ષે 11 ઓક્ટોબરે રિલીઝ થશે.

આઇશા ચૌધરીની સ્ટોરી
આ ફિલ્મ મોટિવેશનલ સ્પીકર આઇશા ચૌધરીની છે. ઐશાનો જન્મ 1996માં થયો હતો. તેને ફેફસાંની ગંભીર બીમારી હતી. 2015માં તે મૃત્યુ પામી. તેને એક બુક પણ લખી હતી. ફિલ્મમાં આઇશાનો રોલ ઝાયરા વસીમ કરી રહી છે જ્યારે આઇશાના માતા પિતા અદિતી અને નિરેન ચૌધરીના રોલમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર દેખાશે.

X
Wrap up party of film Sky is Pink, Priyanka Chopra said-hardest, loveliest experience
Wrap up party of film Sky is Pink, Priyanka Chopra said-hardest, loveliest experience
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી