લાઈફ સ્ટોરી / સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ જેનો રોલ નિભાવી રહી છે તે લેડી ડોન ગંગુબાઈ કોણ છે?

રીલ ગંગુબાઈ અને રીયલ ગંગુબાઈ
રીલ ગંગુબાઈ અને રીયલ ગંગુબાઈ
Who is the lady don Gangubai  whose role is going to play by Alia Bhatt in Sanjay Leela Bhansali's film Gangubai Kathiawadi
X
રીલ ગંગુબાઈ અને રીયલ ગંગુબાઈરીલ ગંગુબાઈ અને રીયલ ગંગુબાઈ
Who is the lady don Gangubai  whose role is going to play by Alia Bhatt in Sanjay Leela Bhansali's film Gangubai Kathiawadi

  • ક્રાઈમ કથા લેખક એસ. હુસૈન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત ફિલ્મ 
  • દગાબાજ પતિએ 16 વર્ષીય ગંગુબાઈને મુંબઈના રેડ લાઈટ વિસ્તારમાં 500 રૂપિયામાં વેચી દીધાં હતાં 
  • માફિયા ડોન કરીમ લાલાને રાખડી બાંધી ભાઈ બનાવ્યો હતો 
  • ફિલ્મમાં અજય દેવગણ કરીમ લાલાનો રોલ નિભાવી શકે છે

Divyabhaskar.com

Jan 17, 2020, 11:14 AM IST

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. પહેલીવાર આલિયા સંજય લીલા ભણસાલી સાથે કામ કરી રહી છે. ફિલ્મની સ્ટોરી ફિલ્મની સ્ટોરી ગુજરાતી લેડી ડોન અને ઘણા કોઠા ચલાવતી ગંગુબાઈ પર આધારિત છે. આ ફિલ્મ ક્રાઈમ કથા લેખક એસ. હુસૈન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે. 

કોણ હતાં ગંગુબાઈ? 

માનવામાં આવે છે કે ગંગુબાઈ કાઠિયાવાડ વિસ્તારમાં રહેતાં હતાં માટે તેમને ગંગુબાઈ કાઠિયાવાડી કહેવામાં આવતાં હતાં. તેમનું સાચું નામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું. 16 વર્ષની ઉંમરમાં ગંગુબાઈને તેના પિતાના અકાઉન્ટન્ટ સાથે પ્રેમ થઇ ગયો હતો અને તે એ છોકરા સાથે લગ્ન કરીને મુંબઈ ભાગી ગયાં હતાં.

ગંગુબાઈ હંમેશાંથી એક્ટ્રેસ બનવાં ઇચ્છતાં હતાં અને આશા પારેખ અને હેમા માલિની જેવી એક્ટ્રેસના મોટા ફેન હતા. જોકે તેમનો પતિ દગાબાજ નીકળ્યો અને તેણે ગંગુબાઈને મુંબઈના કમાઠીપુરાના રેડ લાઈટ સ્થિત એક કોઠા પર 500 રૂપિયામાં વેચી દીધા.

હુસૈન ઝૈદીની બુક અનુસાર માફિયા ડોન કરીમ લાલાની ગેંગના એક માણસે ગંગુબાઈનો રેપ કર્યો હતો. ત્યારબાદ ગંગુબાઈ કરીમ લાલાને મળ્યાં હતાં અને તેમની પાસેથી ન્યાય માગ્યો હતો. એટલું જ નહીં ગંગુબાઈએ કરીમને રાખડી બાંધીને પોતાનો ભાઈ બનાવી લીધો હતો. કરીમની બહેન બન્યા બાદ ગંગુબાઈ સત્તામાં આવી ગયા અને આગળ જઈને તેઓ મુંબઈનાં સૌથી મોટી ફીમેલ ડોન બન્યાં.

કરીમ લાલા
4. વેશ્યાઓ માટે ગંગુબાઈ હમદર્દી રાખતાં હતાં 

ગંગુબાઈ મુંબઈના કમાઠીપુરા રેડ લાઈટ વિસ્તારમાં સેક્સ રેકેટ અને ઘણા કોઠા પણ ચલાવતાં હતાં. આ બિઝનેસમાં ગંગુબાઈ પોતાની સાથી મહિલાઓની મદદ પણ કરતાં હતાં. એવું કહેવાય છે કે કોઈ છોકરીની મરજી વગર તેને ગંગુબાઈ કોઠા પર રાખતાં ન હતાં.

પોતાના અનુભવને કારણે ગંગુબાઈને સેક્સ વર્કર્સ સાથે હમદર્દી હતી. તેમણે પોતાના પાવરનો ઉપયોગ વેશ્યાઓને તેમનો અધિકાર અપાવવા અને સશક્ત કરવામાં કર્યો. તેમનું માનવું હતું કે એક સેક્સ વર્કર હોવાનો મતલબ એ નથી કે કોઈ મહિલાનું શોષણ કરી શકે. એવી પણ માહિતી છે કે તેમણે આ બાબતને લઈને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સાથે પણ મુલાકાત લીધી હતી. 

કમાઠીપુરાના લોકો માટે ગંગુબાઈએ જે પ્રયત્નો કર્યા હતા તેના માટે જ ત્યાંના લોકોમાં તેમનું માન વધુ હતું. તે સમયે તેમનો ફોટો અને મૂર્તિ કામાઠીપુરાના લોકોના ઘરમાં લાગેલી મળતી હતી. ગંગુબાઈને તેમના પાવર અને વિવાદોને લઈને 60ના દાયકામાં ‘મેડમ ઓફ કમાઠીપુરા’નું નામ મળ્યું હતું.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ 

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મના આલિયા ભટ્ટના લુકના બે પોસ્ટર રિલીઝ થયા છે. ફિલ્મ માટે આલિયા ભટ્ટ હિન્દી અને મરાઠીમાં ગાળો આપવાનું શીખી રહી છે. ફિલ્મમાં કરીમ લાલાના રોલમાં અજય દેવગણ હોઈ શકે છે. સંજય લીલા ભણસાલીએ આલિયા માટે અમુક લોકગીતો કમ્પોઝ કર્યા છે પરંતુ તે લિપ સિન્ક કરતી કે ડાન્સ કરતી દેખાશે નહીં. ગીત બેકગ્રાઉન્ડમાં વાગશે. ફિલ્મમાં લાઈવ સાઉન્ડ હશે એટલે આલિયાએ તેના ડાયલોગ્સ પણ એક ટ્રાયમાં જ બોલવા પડશે. તેને ડબિંગ માટે સેકન્ડ ચાન્સ નહીં મળે. શૂટિંગ વખતેની તેની ડાયલોગ ડિલિવરી ફાઇનલ હશે. આ ફિલ્મમાં આલિયા ગન ચલાવતી દેખાશે. અગાઉ ‘રાઝી’ ફિલ્મમાં તેણે ગન ચલાવી હતી પરંતુ આ ફિલ્મ માટે તો તેણે શાર્પ શૂટર તરીકે દેખાવું પડશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી