વૈભવ / વિજય દેવરાકોંડા જ્યારે કરનને મળવા ગયો ત્યારે 45 હજારના ચંપલ પહેર્યાં હતાં

When Vijay Devarakonda went to meet Karan, he wore 45,000 rs slippers

Divyabhaskar.com

Sep 11, 2019, 03:09 PM IST

મુંબઈઃ સાઉથ એક્ટર વિજય દેવરાકોંડા ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ને કારણે ઘણો જ લોકપ્રિય થયો છે. હાલમાં જ વિજય બોલિવૂડ ડિરેક્ટર કરન જોહરને મળ્યો હતો. આ સમયે તેની સાથે બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણી પણ હતી. વિજયે જે ચંપલ પહેર્યાં હતાં, તેની કિંમતને લઈ હાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે.

વિજયે પહેરેલા ચંપલની શું કિંમત હતી?
વિજય જ્યારે કરન જોહરને મળવા ગયો ત્યારે તેણે બ્લેક રંગના સિમ્પલ ચંપલ પહેર્યાં હતાં. દેખાવમાં સિમ્પલ લાગતા આ ચંપલ ભાવમાં એટલા સસ્તા નહોતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિજયે ગુચી બ્રાન્ડના ચંપલ પહેર્યાં હતાં, જેની કિંમત 45 હજાર રૂપિયા હતી.

હાલમાં જ કરને વિજયને 40 કરોડ ફીની ઓફર કરી
કરન જોહરે વિજયને હિંદી રીમેકમાં કામ કરવા માટે 40 કરોડની ઓફર કરી હતી. જોકે, વિજય એક જ રોલ બે અલગ-અલગ ભાષામાં કરવા ઉત્સુક નથી. વધુમાં કરને આ ફિલ્મના રાઈટ્સ 6 કરોડમાં ખરીદ્યા છે. કરન પોતાની ફિલ્મમાં વિજયને લેવા માગતો હતો. વિજયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે હિંદી ફિલ્મનો હિરો બનવા માગતો નથી. તે માત્ર એક એક્ટર બનવા માગે છે. એક જ ફિલ્મની સ્ટોરી બેવાર કહેવાનો કોઈ અર્થ નથી. તે એક જ ફિલ્મ માટે બીજીવાર શા માટે એનર્જી વેસ્ટ કરે. તે તમામ ઈમોશન્સ ફરીવાર કરી શકે નહીં. તેના માટે આ બાબત ઉત્સાહજનક નથી. કારણ કે તેને તમામ સીન્સ પહેલેથી જ ખ્યાલ છે. તે એકની એક વાત ફરી કરવામાં છ મહિના બરબાદ કરવા તૈયાર નથી.

X
When Vijay Devarakonda went to meet Karan, he wore 45,000 rs slippers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી