દુઃખદ / બોલિવૂડના જાણીતા એડિટર સંજીબ કુમાર દત્તાનું 54 વર્ષે નિધન

well know  Film editor Sanjib Kumar Datta passed away  at the age of 54

Divyabhaskar.com

Sep 16, 2019, 11:57 AM IST

મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ એડિટર સંજીબ કુમાર દત્તાનું રવિવાર (16 સપ્ટેમ્બર)ના રોજ લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમણે ‘મર્દાની’, ‘ઈકબાલ’ તથા ‘એક હસીના થી’ જેવી ફિલ્મ્સ એડિટ કરી હતી. 54 વર્ષીય સંજીબ છેલ્લાં કેટલાંક સમયથી કોલકાતા રહેતાં હતાં. તેમણે રવિવારે બપોરે કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેમને હૃદયરોગ સંબંધીત બીમારી હતી. ફિલ્મમેકર નાગેશ કુકુનૂરની મોટાભાગની ફિલ્મ્સ સંજીબે એડિટ કરી છે.

નાગેશ હાલમાં કેનેડા છે
નાગેશ હાલમાં કેનેડામાં છે અને તેણે સંજીબના નિધનની પુષ્ટિ કરી છે. નાગેશે કહ્યું હતું કે સંજીબને બાયપાસ સર્જરી માટે દાખલ કરવામાં આવ્યાં હતાં પરંતુ તેઓ ક્યારેય પાછા આવ્યા નહીં. તે આ અંગે વધુ માહિતી મેળવી રહ્યાં છે. સંજીબ કુમાર ફિલ્મ એન્ડ ટીવી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના (FTII) ભૂતપૂર્વ વિદ્યાર્થી હતાં. સંજીબ સ્વ. એડિટર રેણુ સલુજાને કરિયરની શરૂઆતમાં આસિસ્ટ કરતાં હતાં. તેઓ 1998માં ફિલ્મ ‘બડા દિન’થી લોકપ્રિય થયા હતાં.

80થી વધુ ફિલ્મ્સ એડિટ કરી
સંજીબે 80થી વધુ હિંદી તથા બંગાળી ફિલ્મ્સનું એડિટિંગ કર્યું હતું. તેમણે કુંદન શાહ, શ્રીરામ રાઘવન તથા પ્રદિપ સરકાર જેવા ફિલ્મમેકર્સ સાથે કામ કર્યું હતું. સ્ક્રીન રાઈટર તથા એડિટર અપૂર્વ અસરાનીએ ટ્વીટ કરીને સંજીબને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમને મેચ્યોર ક્રાફ્ટમેન તથા જેન્ટલમેન કહ્યાં હતાં.

X
well know  Film editor Sanjib Kumar Datta passed away  at the age of 54

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી