• Gujarati News
  • National
  • War's Action Director South Korean South Korea Oh Sea Young Talked About Hrithik And Tiger Action Scenes

‘વોર’ના એક્શન ડિરેક્ટર સીયોન્ગ ઓહે કહ્યું, ફિલ્મ માટે રીતિકે પોતાની સુરક્ષા દાવ પર મૂકી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

1) સી યંગ ઓહે આ વાત કહી

ઓહે કહ્યું હતું કે ફિલ્મ ‘વોર’ માટે રીતિકે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. રીતિકની તમામ એક્શન સીક્વન્સનું રિસ્ક લેવલ હાઈ હતું. રીતિકના ચાહકો પહેલી જ વાર સ્ક્રીન પર તેને આ રીતની એક્શન કરતાં જોશે. રીતિકે આત્મવિશ્વાસ સાથે તમામ એક્શન સીન્સ કર્યાં છે. રીતિક સીન કર્યાં બાદ જે રીતે સ્માઈલ આપતો તેની ઘણી જ યાદ આવશે. 

બોલિવૂડના સૌથી લાંબા વન-શોટ એક્શન સીક્વન્સ બની ચૂકેલા ટાઈગરના સીન પર ઓહે કહ્યું હતું કે કોઈ પણ સિંગલ શોટમાં કોઈ સીક્વન્સ બનાવવી હોય તો તેમાં સંપૂર્ણ ધ્યાન હોય તે જરૂરી છે. ખાસ કરીને એક્શન સીક્વન્સમાં એક્ટરની પ્રતિભા તથા યોગ્યતા પહેલી આવશ્યકતા બની જાય છે. ટાઈગર સહજતાથી પર્ફોર્મ કરે છે. તેની એવી એક પણ મૂવમેન્ટ નથી, જેને જોઈને તેને નવાઈ ના લાગી હોય. તેને લાગે છે કે બોલિવૂડની એક્શન ફિલ્મ્સનું ભવિષ્ય ટાઈગર બનાવશે. 

ઓહ માટે ‘વોર’ તેના કરિયરની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ સાબિત થઈ હતી. તેણે કહ્યું હતું કે તેને યાદ છે કે સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ તે ઘણો જ કન્ફ્યૂઝ હતો. તેને વારંવાર એક જ વિચાર આવતો કે સિદ્ધાર્થ આનંદ કેવી રીતે આ ફિલ્મનું શૂટિંગ કરશે. તે માને છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પસાર કરેલાં આટલા વર્ષો દરમિયાન કોઈ એક ફિલ્મની તૈયારી માટે તેણે કદાચ પહેલી જ વાર આટલા પ્રી વિઝ્યુલાઈઝેશન વીડિયો શૂટ કર્યાં હતાં. 

વધુમાં ઓહે કહ્યું હતું કે રીતિક તથા ટાઈગરે કરેલા એક્શન સીન્સ ડિઝાઈન કરતાં પહેલાં તેણે બંનેની એક્શન ફિલ્મ્સ જોઈ હતી. બોલિવૂડના એક્શન સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી તે તેના માટે સન્માનની વાત છે. તેના પર એક્શન સીક્વન્સ યુનિક અને નવી ક્રિએટ કરવાનું પ્રેશર હતું. 

‘વોર’ના એક્શન સીન્સ વિશ્વના સાત અલગ-અલગ દેશો તથા 15 શહેરોમાં શૂટ કરવામાં આવ્યા છે. ટાઈગર-રીતિકે જમીન, પાણી, બરફ તથા હવામાં ફાઈટિંગ કરી છે. આ ફિલ્મ બીજી ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.