‘વોર’ ફિલ્મનું બીજું હોળી સોન્ગ ‘જય જય શિવ શંકર’ રિલીઝ, રાજેશ ખન્નાના સોન્ગનું રિક્રિએશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: હ્રિતિક રોશન અને ટાઇગર શ્રોફ સ્ટારર ‘વોર’ ફિલ્મનું બીજું સોન્ગ આજે 21 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયું છે. આ હોળી સોન્ગ ‘જય જય શિવ શંકર’માં હ્રિતિક અને ટાઇગરનો ડાન્સ ફેસ ઓફ જોવા મળ્યો છે. ફિલ્મનું પહેલું સોન્ગ ‘ઘૂંઘરું’ રિલીઝ થઇ ચૂક્યું છે. ‘જય જય શિવ શંકર’ સોન્ગને વિશાલ અને શેખરે મ્યુઝિક આપ્યું છે. આ ગીતને વિશાલ દદલાણી અને બેની દયાલે ગાયું છે. આ સોન્ગના લિરિક્સ કુમારે લખ્યા છે.  

1974માં બનેલા સોન્ગનું રિક્રિએશન
આ હોળી સોન્ગ માટે 1974માં આવેલ રાજેશ ખન્ના અને મુમતાઝ સ્ટારર ફિલ્મ ‘આપકી કસમ’ના સોન્ગ ‘જય જય શિવ શંકર’ને રિક્રિએટ કરવામાં આવ્યું છે. 


‘વોર’ ફિલ્મને ‘યશ રાજ પ્રોડક્શન’ના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વાણી કપૂર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.