બોક્સ ઓફિસ / ‘વોર’ 300 કરોડ ક્લબમાં સામેલ, વર્ષ 2019ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની

'War' became the biggest blockbuster film of 2019, joining 300 million clubs

Divyabhaskar.com

Oct 21, 2019, 02:52 PM IST

મુંબઈઃ રીતિક રોશન તથા ટાઈગર શ્રોફની ‘વોર’એ ત્રણ અઠવાડિયામાં 300 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ‘વોર’ વર્ષ 2019ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. બે ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મ ચાહકોને ઘણી જ પસંદ આવી છે. ‘વોર’ હિટ જતાં હવે ‘વોર 2’ બનાવવામાં આવશે. આ ફિલ્મમાં રીતિક રોશન હશે અને તેની સાથે બીજો કલાકાર નવો લેવામાં આવશે.

ઓલ ટાઈમ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મની યાદીમાં આઠમા સ્થાને
300 કરોડની કમાણી કરીને ‘વોર’એ સલમાન ખાનની ‘સુલતાન’ની (300.45) કમાણી કરતાં વધુ કમાણી કરી લીધી છે. હવે, ‘વોર’ ટોપ 10 ઓલટાઈમ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મની યાદીમાં આઠમા સ્થાને આવી ગઈ છે.

‘વોર’નો બોક્સ ઓફિસ પર અત્યાર સુધીનો દેખાવ

  • ઓપનિંગ ડેઃ 53.35 કરોડ
  • વીકેન્ડ કલેક્શનઃ 166.25 કોરડ
  • ફર્સ્ટ વીક કલેક્શનઃ 238.35 કરોડ
  • વર્લ્ડવાઈડ કલેક્શનઃ 437.66 કરોડ (અત્યાર સુધીનું)

‘વોર’ ભારતમાં 4200 તથા વિદેશમાં 1350 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે.

X
'War' became the biggest blockbuster film of 2019, joining 300 million clubs

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી