ખુલાસો / ગયા મહિને વિક્રાંત મેસીએ તેની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે નાનકડી સરેમનીમાં સગાઈ કરી

Vikrant Massey gets engaged to Broken But Beautiful co-star Sheetal Thakur
Vikrant Massey gets engaged to Broken But Beautiful co-star Sheetal Thakur
Vikrant Massey gets engaged to Broken But Beautiful co-star Sheetal Thakur

  • આ વાત વિક્રાંતે કોઈમોઈ યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી છે
  • લગ્ન વિશે એક્ટરે કહ્યું-યોગ્ય સમય આવશે ત્યારે જાહેર કરીશ

Divyabhaskar.com

Dec 03, 2019, 01:23 PM IST

બોલીવૂડ ડેસ્ક: છેલ્લા ઘણા સમયથી એક્ટર વિક્રાંત મેસી અને તેની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુરની સગાઈના સમાચાર વાઇરલ થઈ રહ્યા છે. અફવા લગતી આ વાતને વિક્રાંતે જ કન્ફર્મેશન આપી દીધું છે. કોઈમોઈ યુટ્યુબ ચેનલના ઇન્ટરવ્યૂમાં વિક્રાંતે આ વાત સ્વીકારી છે.

કોઈમોઈ ચેનલનો યુટ્યુબ વીડિયો

ઇન્ટરવ્યૂમાં વિક્રાંતે કહ્યું કે, હા, ગયા મહિને મારા ઘરે એક નાનકડું ફંક્શન રાખ્યું હતું. આ સેરેમનીમાં મારા નજીકના મિત્રો અને અમુક ફેમિલી મેમ્બર જ હાજર હતા. જો કે, મને લાગે છે કે યોગ્ય સમય આવવા પર હું આ વિષય પર વાત કરીશ. વિક્રાંતે લગ્નની પણ કોઈ માહિતી શેર કરી નહોતી.

ઉલ્લેખનીય છે કે, વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર ઓલ્ટ બાલાજીની બ્રોકન બટ બ્યુટીફુલ વેબ સિરીઝની પ્રથમ સિરીઝમાં એકસાથે કામ કર્યું હતું. હાલ સ્ટ્રીમિંગ થઈ રહેલી બીજી સીઝનમાં પણ તેઓ એકસાથે જોવા મળ્યા છે.

X
Vikrant Massey gets engaged to Broken But Beautiful co-star Sheetal Thakur
Vikrant Massey gets engaged to Broken But Beautiful co-star Sheetal Thakur
Vikrant Massey gets engaged to Broken But Beautiful co-star Sheetal Thakur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી