તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘લાલ સિંહ ચઢ્ઢા’થી સાઉથ સ્ટાર વિજય સેતુપતિ બોલિવૂડ ડેબ્યુ કરશે, આમિર ખાનના મિત્રના રોલમાં દેખાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં સાઉથ સ્ટાર વિજય સેતુપતિ મહત્ત્વના રોલમાં જોવા મળશે. વિજય ફિલ્મમાં આમિર ખાનના મિત્રના રોલમાં હશે. આ ફિલ્મથી વિજય બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’નું ઓફિશિયલ અડેપ્ટેશન છે. ‘ફોરેસ્ટ ગમ્પ’નો હીરો ટોમ હેન્ક્સ હતો જેનો રોલ આમિર ખાન ભજવવાનો છે. ઓરિજિનલ ફિલ્મમાં ટોમ હેન્કસના આર્મી કેમ્પના મિત્રના રોલમાં માયકલ્ટી વિલિયમ્સન હતો. હિન્દી રિમેકમાં વિજય સેતુપતિ માયકલ્ટી વિલિયમ્સનના બુબ્બાના કેરેક્ટરમાં હશે. ફિલ્મમાં બુબ્બાનું પાત્ર તમિલિયન છે માટે મેકર્સ ઇચ્છતા હતા કે આ રોલ વિજય નિભાવે.

‘લાલ સિંહ ચઢ્ઢા’ 
ફિલ્મના ડિરેક્ટર ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફેમ ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. આ ફિલ્મને અલગ-અલગ ભાષામાં એક્ટિંગ કરી ચૂકેલા એક્ટર અતુલ કુલકર્ણીએ લખી છે. ફિલ્મને વાયાકોમ અને આમિર ખાન પ્રોડક્શન સાથે પ્રોડ્યૂસ કરી રહ્યું છે. આ ફિલ્મના રાઇટ્સ મેળવવા માટે આમિર 8 વર્ષથી મહેનત કરી રહ્યો હતો. ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ પંજાબ અને આખા ઉત્તર ભારત બાજુ જ થશે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે.

‘ફોરેસ્ટ ગમ્પ’ 
‘ફોરેસ્ટ ગમ્પ’ ફિલ્મ 1994માં રિલીઝ થઇ હતી. ફિલ્મની વાર્તા એક સામાન્ય માણસના જીવનની આસપાસ ફરે છે. જે અન્ય લોકો જેવો એકદમ સ્માર્ટ ન હોવા છતાં દરેક સ્થિતિમાં ખુશી શોધી લે છે. તે મહેનત અને નસીબના જોરે ઘણાં એવાં કામ કરે છે જે ઐતિહાસિક કાર્યો બને છે. તેમ છતાં તે હંમેશાં તેની ગમતી નાનપણની ફ્રેન્ડ વિશે જ વિચારતો રહે છે, જેની લાઈફ એકદમ અસ્ત વ્યસ્ત થઇ ગઈ હોય છે.
આ ફિલ્મને 6 ઓસ્કર અવોર્ડ મળ્યા હતા. બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ અને બેસ્ટ ફિલ્મ એડિટિંગના અવોર્ડ્સ મળ્યા હતા.