તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ ડેસ્ક: પ્રોડ્યૂસર, ડિરેક્ટર અને એક્ટર ટ્રિઓ કરણ જોહર, શશાંક ખૈતાન અને વરુણ ધવન ફરીવાર સાથે કામ કરશે. ‘બદરીનાથ કી દુલ્હનીયા’ અને ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનીયા’ બાદ હવે ત્રીજીવાર ડિરેક્ટર શશાંક ખૈતાન અને વરુણ ધવન ‘મિસ્ટર લેલે’ નામની ફિલ્મમાં સાથે કામ કરશે. કરણ જોહરનું ‘ધર્મા પ્રોડક્શન’ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરતાં વરુણ ધવને સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘#MRLELE maaaza લેલે.’
#MRLELE maaaza लेले
— Varun SAHEJ Dhawan (@Varun_dvn) January 13, 2020
@karanjohar please forgive me @ShashankKhaitan chalo chaloooo @apoorvamehta18 @DharmaMovies back home 🏠 1 jan 2021 pic.twitter.com/W6It0DSxud
2014માં આવેલ ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનીયા’ અને 2017માં આવેલ ફિલ્મ ‘બદરીનાથ કી દુલ્હનીયા’માં તે દુલ્હન શોધી રહ્યો હતો પરંતુ આ ફિલ્મમાં તે દુલ્હન શોધવામાં નહીં લાગ્યો હોય. આ ફિલ્મ 2021માં 1 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. હાલ તો વરુણ ધવન તેની અપકમિંગ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિવાય તે ‘ફૂલી નંબર 1’ ફિલ્મમાં સારા અલી ખાન સાથે જોવા મળશે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.