તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Varun Dhawan Clarifies On Roka Ceremony With Girlfriend Natasha Dalal

વરુણ ધવને ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથેની રોકા સેરેમની પર સ્પષ્ટતા કરી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બુધવારે (12 ફેબ્રુઆરી) વરુણ ધવન પોતાના પૂરા પરિવાર સાથે પ્રેમિકા નતાશા દલાલના ઘરની બહાર જોવા મળ્યો હતો. વરુણ ધવન પરિવાર સાથે આ રીતે જોવા મળતા જ ચર્ચા થવા લાગી કે તેમની રોકા સેરેમની થઈ છે અને તેથી જ પરિવારના સભ્યો હાજર રહ્યાં છે. જોકે, વરુણ ધવને આ વાતને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે બર્થડે પાર્ટી હોવાથી પૂરો પરિવાર નતાશાના ઘરે ગયો હતો.

સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી
વરુણ ધવને ટ્વીટ કરી હતી કે કોઈ જ રોકા સેરેમની યોજાઈ નથી. બર્થડે પાર્ટી હોવાથી બંને પરિવાર મળ્યા હતાં. વરુણ ધવને ટ્વીટ કરીને કહ્યું હતું, તમે કોઈ કલ્પનાના ઘોડા દોડાવો તે પહેલાં જ સ્પષ્ટતા કરી દઉં કે બર્થડે પાર્ટી હતી. કોઈ ખોટા ન્યૂઝ ના ફેલાય તે માટે આ સ્પષ્ટતા કરી.

નતાશાના પિતાનો જન્મદિવસ હતો
સૂત્રોના મતે, નતાશા દલાલના પિતાનો જન્મદિવસ હતો અને તેથી પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં વરુણ ધવનના પેરેન્ટ્સ ડેવિડ ધવન, કરુણા ધવન, ભાઈ રોહિત, ભાભી જાહન્વી, કાકા અનિલ ધવન, પિતરાઈ બહેન અંજીની ધવન, કરન જોહર, મનિષ મલ્હોત્રા તથા પુનિત મલ્હોત્રા હાજર રહ્યાં હતાં. 

#varunkishaadi 😜

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ વર્ષે લગ્ન કરે તેવી શક્યતા
વરુણ ધવન તથા નતાશા દલાલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. વરુણ ધવને નતાશા સાથે સંબંધ હોવાનો સ્વીકાર કર્યો છે પરંતુ લગ્નની વાતને અફવા ગણાવે છે. ચર્ચા છે કે વરુણ ધવન આ વર્ષે ડેસ્ટિનેશન વેડિંગ કરવાનો છે. જોધપુર, ગોવા અથવા થાઈલેન્ડમાં ડેસ્ટિનેશન વેડિંગ કરે તેમ માનવામાં આવે છે. વરુણ તથા નતાશાએ નવું વર્ષ સ્વિટ્ઝરલેન્ડમાં મનાવ્યું હતું. 

આ ફિલ્મ્સમાં જોવા મળશે
24 જાન્યુઆરીએ રિલીઝ થયેલી વરુણ ધવનની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’એ 66.56 કરોડની કમાણી કરી છે. વરુણ ધવનની પહેલી મેના રોજ ‘કુલી નંબર 1’ રિલીઝ થશે. આ ફિલ્મ તેના પિતા ડેવિડ ધવન ડિરેક્ટ કરી રહ્યાં છે અને ફિલ્મમાં સારા અલી ખાન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો