લીગલ કેસ / ચીટિંગના કેસમાં સોનાક્ષી સિન્હાની પૂછપરછ કરવા માટે યુપી પોલીસ તેના ઘરે પહોંચી

UP police visit Sonakshi Sinha’s house in alleged cheating case

  • ઇવેન્ટ ઓર્ગેનાઈઝરે ફેબ્રુઆરી, 2018માં સોનાક્ષી વિરુદ્ધ કેસ કર્યો છે 
  • સોનાક્ષી પર બુકિંગના 24 લાખ રૂપિયા લઈને ઇવેન્ટમાં હાજરી ન આપવાનો આરોપ 
     

Divyabhaskar.com

Jul 12, 2019, 02:59 PM IST

બોલિવૂડ ડેસ્ક: યુપી પોલીસ સોનાક્ષી સિન્હાના ઘરે ચીટિંગના કેસમાં પૂછપરછ કરવા ગયા હતા. સોનાક્ષી પર એક ઇવેન્ટ ઓર્ગેનાઈઝરે આરોપ લગાવ્યો છે કે, નવી દિલ્હીની એક ઇવેન્ટમાં છેલ્લા સમયે તેણે હાથ ઊંચા કરી હાજરી ન આપી. તેણે અગાઉથી પૈસા લઇ લીધા હતા પરંતુ તે ઇવેન્ટમાં હાજર ન રહી. આ જ કેસમાં પૂછપરછ કરવા માટે ઉત્તર પ્રદેશ રાજ્યના પોલીસ ઓફિસર્સની ટીમ ગુરુવારે જુહુમાં સોનાક્ષીના ઘરે આવી હતી. જોકે, સોનાક્ષી ઘરે હાજર ન હતી, પોલીસ ટીમે થોડા કલાક સુધી રાહ જોઈ પણ સોનાક્ષી ઘરે પરત ન ફરી. પોલીસ આજે શુક્રવારે ફરી સોનાક્ષીના ઘરે સવાલ-જવાબ માટે જઈ શકે છે.

શું છે કેસ?
પ્રમોદ શર્મા નામના ઇવેન્ટ ઓર્ગેનાઈઝરે સોનાક્ષી વિરુદ્ધ મુરાદાબાદમાં ફેબ્રુઆરી 2018માં કેસ ફાઈલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, સોનાક્ષીએ બુકિંગના 24 લાખ રૂપિયા લઇ લીધા પણ નવી દિલ્હીની ઇવેન્ટમાં તે છેલ્લા સમયે ફરી ગઈ અને હાજર ન રહી.

સોનાક્ષી પર ખોટા આરોપ
સોનાક્ષીના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘સોનાક્ષીનાં નવ વર્ષના કરિયરમાં તેણે સંપૂર્ણ પ્રામાણિકતાથી જ કામ કર્યું છે. તેના પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. આ ફક્ત તેની રેપ્યુટેશનને મીડિયામાં ખરાબ કરવા માટેનો સ્ટંટ છે. તે હંમેશાં કામમાં પ્રોફેશનલ જ રહી છે અને બધી ઓથોરિટી સાથે કો-ઓપરેટ કર્યું છે. અમારી પાસે કંઇ છુપાવવા માટે નથી.’

X
UP police visit Sonakshi Sinha’s house in alleged cheating case
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી