સો.મીડિયા / ટ્વિટર યુઝર્સે કાર્તિક આર્યન-સારા અલી ખાનની ફિલ્મ ‘લવ આજ કલ’ના ફની મીમ્સ-જોક્સ બનાવ્યા

Twitter user made funny memes and jokes of Sara Ali Khan's movie 'Love aaj Kal'

Divyabhaskar.com

Feb 14, 2020, 06:33 PM IST

મુંબઈઃ ઈમ્તિયાઝ અલી વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘લવ આજ કલ’ની સીક્વલ આ જ નામ પરથી લઈને આવ્યા છે. આ ફિલ્મ આજે (14 ફેબ્રુઆરી) રિલીઝ થઈ છે. જોકે, આ ફિલ્મને સોશિયલ મીડિયા યુઝર્સે નેગેટિવ રિવ્યૂ આપ્યા છે. સોશિયલ મીડિયામાં ફિલ્મને લઈ મીમ્સ તથા જોક્સ ફરતા થયા છે.

એક ચાહકે ફિલ્મમાં સારાના ડાયલોગ ‘તુમ મુઝે તંગ કરને લગે હો’ની ક્લિપ શૅર કરીને ફિલ્મની મજાક ઉડાવી હતી. તેણે આ ક્લિપ સાથે કેપ્શન આપ્યું હતું, સારા અલી ખાન જેટલી ખરાબ રીતે ડાયલોગ ડિલિવરી કરે છે, તેટલી જ ખરાબ આ ફિલ્મ છે. અન્ય એક યુઝર્સે પેરાગ્લાઈડિંગનો વાઈરલ વીડિયો શૅર કર્યો હતો અને કહ્યું હતું, જે લોકો ‘લવ આજ કલ’ જોવા જાય છે, તે થોડીક જ મિનિટમાં કહે છે, 500 વધારે લઈ લો પણ ફિલ્મ બંધ કરાવી દો યાર. અન્ય એક યુઝરે તિગ્માંશુ ધૂલિયાની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’નું મીમ શૅર કરીને કહ્યું હતું, દર્શકો ઈમ્તિયાઝને કહે છે, બેટા, તારાથી આ નહીં થઈ શકે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં રિલીઝ થયેલી ‘લવ આજ કલ’માં દીપિકા પાદુકોણ, સૈફ અલી ખાન તથા રીષિ કપૂર હતાં. વર્ષ 2020માં રિલીઝ થયેલી ‘લવ આજ કલ’માં 1990 તથા 2020 એમ બે લવસ્ટોરી કહેવામાં આવી છે. 2020માં સારા અલી ખાન તથા કાર્તિક આર્યન છે, જ્યારે 1990માં કાર્તિક આર્યન તથા આરુષિ શર્મા છે.

X
Twitter user made funny memes and jokes of Sara Ali Khan's movie 'Love aaj Kal'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી