તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘છપાક’ બાદ હવે દીપિકાની જાહેરાતોનો બોયકોટ, ટ્રોર્લ્સે એક્ટ્રેસને લક્સની જાહેરાતમાંથી હટાવવાની માગણી કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુંબઈઃ દીપિકા પાદુકોણે જેએનયુની (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) મુલાકાત લીધી હતી અને તેને કારણે ખાસ્સો વિરોધ પણ થયો છે. દીપિકાની જેએનયુ મુલાકાતને પબ્લિસિટી સ્ટંટ કહીને સોશિયલ મીડિયામાં તે ઘણી જ ટ્રોલ થઈ હતી. દીપિકા તથા ‘છપાક’ને બોયકોટ કરવાનો ટ્રેન્ડ પણ ચાલ્યો હતો. હવે, આ વિવાદ માત્ર ‘છપાક’ સુધી સીમિત રહ્યો નથી. દીપિકા જે બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે, તેને બોયકોટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. સૂત્રોના મતે, દીપિકા જે બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે, તે બ્રાન્ડની જાહેરાતો હાલમાં ઘણી જ ઓછી બતાવવામાં આવી રહી છે. 

દીપિકા હટાઓ લક્સ બચાઓ ટ્રેન્ડ થઈ રહ્યું છે
દીપિકા બ્યૂટી સોપ લક્સની પણ બ્રાન્ડ એમ્બેસેડર છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ દીપિકાને લક્સમાંથી હટાવવાની વાત કરી રહ્યાં છે. અનેક યુઝર્સે મીમ શૅર કર્યાં છે.

23 બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે
દીપિકા લક્સ ઉપરાંત એક્સિસ બેંક, રોયલ એટમસ, વિસ્તારા, કેલોગ્સ, નેસ્કૈફે, બ્રિટાનિયા, જિલેટ વિનસ, ગો-આઈબીબો, કોકાકોલા, તનિષ્ક, ઓપ્પો, જેગુઆર લાઈટિંગ, લોરિયલ, જિઓ, નેસ્લે, ટેટલી ગ્રીન ટી, લાયડ એસી, મિન્ત્રા જેવી બ્રાન્ડ્સ એન્ડોર્સ કરે છે. દીપિકા એક બ્રાન્ડને પ્રમોટ કરવાના 8-10 કરોડ રૂપિયા વસૂલે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો