તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tiger Said He Wanted To Dance Like Hrithik So He Watched His Song Every Night Before Sleep

ટાઇગર શ્રોફે ખુલાસો કર્યો, ડાન્સ શીખવા રોજ રાત્રે સૂતા પહેલાં હ્રિતિકના ડાન્સ વીડિયો જોતો હતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મ ‘વોર’માં હ્રિતિક સાથે સ્ક્રીન શેર કરીને ટાઈગરે પોતાની ડાન્સ ટ્રેનિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. ટાઇગરે જણાવ્યું કે તે રોજ રાત્રે સૂતા પહેલાં હ્રિતિકના ડાન્સ વીડિયો જોતો હતો. આ બંનેની ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. 
સૂતા પહેલાં ડાન્સ વીડિયો જોતો હતો 

ટાઈગરે મિડ ડેને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મેં મારી આખી લાઈફમાં માત્ર તેમને જ જોયા છે. મારા એમની સાથે ગુરુ-શિષ્યના રિલેશન છે.’ ટાઈગરે કહ્યું કે તેમનામાં અને મારામાં જે સમાનતા છે તે સંયોગ નથી. ‘હું હંમેશાં તેમની જેવો બનવા માટે વિચારતો રહેતો હતો. જેમ કે મને ખબર હતી કે હું તેમની જેમ ડાન્સ કરવા ઈચ્છતો હતો. માટે હું સૂતા પહેલાં રોજ રાત્રે હ્રિતિકના જ સોન્ગ જોતો હતો. હું સ્ટેપ્સ વિશે વિચારીને સુઈ જતો હતો. બીજા દિવસે સવારે, હું તે સ્ટેપ્સને ફરી યાદ કરતો હતો. આ મારી ટ્રેનિંગ હતી.’

પહેલી મુલાકાત વિશે જણાવ્યું  ટાઈગરે હ્રિતિક સાથેની તેની પહેલી મુલાકાત વિશે જણાવ્યું કે, ‘2006 દરમ્યાન જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારે મને મારો એક ફ્રેન્ડ તેના જીમમાં લઈને ગયો હતો જેમાં હ્રિતિક આવતા હતા. તેઓ મને જોઈને ખુશ થઇ ગયા કારણકે 1993માં કિંગ અંકલના સમયથી તેઓ મને ઓળખે છે. તે ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા અને પપ્પા ફિલ્મમાં હતા. હું તે સમયે નાનો હતો અને તેમને મળી ચૂક્યો હતો. ત્યારબાદ અમારી મુલાકાત એક અવોર્ડ શોમાં થઇ જ્યાં તેમણે મને બેસ્ટ ડેબ્યુટન્ટનો અવોર્ડ આપ્યો હતો. અમે ત્યારે સ્ટેજ પર સાથે ડાન્સ પણ કર્યો હતો.’ છેલ્લા 15 દિવસોથી પોતાનાં ફિલ્મનાં પ્રમોશન માટે બંને સ્ટાર્સે એક ખાસ સ્ટ્રેટેજી અપનાવી છે. બંને અલગ-અલગ પ્રમોશન કરે છે અને બંને એકબીજાના ફોટોવાળી ટીશર્ટ પહેરીને પ્રમોશન કરતા જોવા મળે છે.