ટીઝર / રાજકુમાર રાવ સ્ટારર ‘મેડ ઈન ચાઈના’નું ટીઝર રિલીઝ, ટ્રેલર એક અઠવાડિયાંમાં લોન્ચ થશે

The motion poster of Rajkummar Rao and Mouni Roy starrer Made In China released

Divyabhaskar.com

Sep 11, 2019, 12:59 PM IST

બોલિવૂડ ડેસ્ક: રાજકુમાર સ્ટારર ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’ ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવની સાથે મૌની રોય, બોમન ઈરાની, ગજરાજ રાવ, સુમિત વ્યાસ, અમાયરા દસ્તુર અને પરેશ રાવલ પણ સામેલ છે. આ ફિલ્મમાં રાજકુમાર ગુજ્જુ છોકરાના રોલમાં છે અને મોશન પોસ્ટરનાં બેકગ્રાઉન્ડમાં પણ ગુજરાતી સોન્ગ સંભળાય છે. મૌની રોયે ટીઝર સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે, ‘ઇસ દિવાલી ઇન્ડિયા કા જુગાડ હોગા સુપ-ર હિટ.’

આ ફિલ્મને નેશનલ એવોર્ડ વિનિંગ ગુજરાતી ડિરેક્ટર મિખિલ મુસળે ડિરેક્ટ કરી છે. મિખિલ મુસળેએ ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ ડિરેક્ટ કરી હતી જેના માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ સોશિયલ કોમેડી ફિલ્મને દિનેશ વિજને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

‘મેડ ઈન ચાઈના’ ફિલ્મ મહેનતુ ગુજરાતી કપલ ‘રઘુ અને રુકમણી’ની છે જે ચાઇનમાં પોતાનું નામ રોશન કરવા માટે રેડી હોય છે. ફિલ્મમાં રઘુ અમદાવાદનો છોકરો છે જેની સાથે મૌની રોય એટલે કે રુકમણી લગ્ન કરે છે. રુકમણી મુંબઈની હોય છે.

X
The motion poster of Rajkummar Rao and Mouni Roy starrer Made In China released
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી