ન્યૂ ફિલ્મ / ‘ધ તાશકંદ ફાઇલ્સ’ બાદ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી કાશ્મીરી પંડિતોના સ્થળાંતર પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બનાવશે

The Kashmir Files: Vivek Agnihotri announces investigative film on Kashmiri pandits

Divyabhaskar.com

Aug 14, 2019, 12:06 PM IST

બોલિવૂડ ડેસ્ક: ‘ધ તાશકંદ ફાઇલ્સ’ ડિરેક્ટ કરનાર ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી તેની આગામી ફિલ્મ માટે તૈયાર છે. તે કાશ્મીરી પંડિતોના સ્થળાંતર પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નામની ફિલ્મ બનાવવાના છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. તેણે જણાવ્યું કે, તે ઘણા સમયથી કાશ્મીરના ઇસ્યુ પર ફિલ્મ બનાવવા ઈચ્છતો હતો અને ‘ધ તાશકંદ ફાઇલ્સ’ને મળેલી સફળતા બાદ તેને પૂરતો આત્મવિશ્વાસ આવી ગયો છે કે તે આ પ્રકારના સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવા માટે સક્ષમ છે.

તેણે જણાવ્યું કે, ‘1991માં થયેલ કાશ્મીરી પંડિતોનું સ્થળાંતર માનવ ઇતિહાસની સૌથી મોટી હ્યુમન ટ્રેજેડી છે. જ્યારે હિંદુઓને રાતોરાત વેલી છોડવા માટે મજબૂર કરાયા હતા. તેમને તેમની પ્રોપર્ટી અને પરિવારની મહિલાઓ બધાને છોડીને જવા માટે કહેવાયું હતું. બાળકોને AK47થી મારી નાખવામાં આવ્યા હતા. પુરુષોને કુહાડીથી કાપી નાખવામાં આવ્યા હતા. મહિલાઓનો રેપ કરવામાં આવ્યો હતો. ઘરો સળગાવી દેવાયા હતા. ભારતના સૌથી પવિત્ર ધર્મને ઇસ્લામમાં કાયદા હેઠળ કન્વર્ટ કરવામાં આવ્યો હતો.’ તેણે આગળ ઉમેર્યું કે, ‘મારી ફિલ્મ તેની પાછળનાં ગંદા રાજકારણ પર છે. દરેક વ્યક્તિ તેના માટે જવાબદાર છે. મારી ફિલ્મ તેના પર આધારિત છે.’

ફિલ્મ માટેના રિસર્ચ વિશે તેમણે જણાવ્યું કે, ‘અમે છેલ્લા એક વર્ષથી આ ફિલ્મ માટે રિસર્ચ કરી રહ્યા છીએ. હવે અમે ‘પ્રોજેક્ટ KP કમિશન’ની સ્થાપના કરવાનું વિચારી રહ્યા છીએ. તેમાં અમે વિક્ટિમ્સ અને ગુનેગારોના ફર્સ્ટ હેન્ડ ટેસ્ટિમોનિઅલ્સ રેકોર્ડ કરશું. આ પ્રકારનો પ્રયત્ન લગભગ દુનિયામાં પહેલીવાર થઇ રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે તપાસ ફેર અને ભેદભાવ વગરની થાય જેથી અમે પૂર્વગ્રહવાળા વિચારને કરેક્ટ કરી શકીએ.

ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે જ્યારે ફિલ્મ આવતા વર્ષે 2020માં ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે.

X
The Kashmir Files: Vivek Agnihotri announces investigative film on Kashmiri pandits
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી