તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The High Court Rejects Fox Studios' Plea, Giving The Lawyer Credit For In The Film Chhapaak

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈકોર્ટે ફોક્સ સ્ટૂડિયોની અરજી રદ કરી, વકીલને ફિલ્મમાં ક્રેડિટ આપવી પડશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ‘છપાક’ ફિલ્મમાં એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલની વકીલ અપર્ણા ભટ્ટે ફિલ્મમાં ક્રેડિટ આપવાની માગણી કરતી અરજી પટિયાલા કોર્ટમાં કરી હતી અને કોર્ટે ફિલ્મમેકર્સને ક્રેડિટ આપવાનો આદેશ કર્યો હતો. આ ચુકાદા વિરુદ્ધ ફિલ્મના કો-પ્રોડ્યૂસર ફોક્સ સ્ટૂડિયાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે પટિયાલા કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપવી પડશે
હાઈકોર્ટના નિર્ણય બાદ હવે ફિલ્મ પ્રોડ્યૂસર્સે વકીલ અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપવી પડશે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપ્યા વગર 15 જાન્યુઆરથી મલ્ટીપ્લેક્સ તથા લાઈવ સ્ટ્રીમિંગમાં પ્રદર્શન થઈ શકશે નહીં. 

ઉલ્લેખનીય છે કે લક્ષ્મી અગ્રવાલની વકીલ અપર્ણા ભટ્ટે પટિયાલા કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને ફિલ્મ પર સ્ટે મૂકવાની માગણી કરી હતી. અપર્ણાના મતે, તેણે લક્ષ્મીના કેસ દરમિયાન કોર્ટમાં ઘણી જ મહેનત કરી હતી પરંતુ ફિલ્મમાં તેને ક્રેડિટ આપવામાં આવી નથી.  નોંધનીય છે કે અપર્ણાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેણે લક્ષ્મીને ન્યાય અપાવવા માટે વર્ષો સુધી મહેનત કરી હતી પરંતુ ફિલ્મમાં તેને આ વાતની ક્રેડિટ આપવામાં આવી નથી. અપર્ણાએ ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું, હું ક્યારેય મારા કામનો દેખાવો કરતી નથી પરંતુ ફિલ્મ જોઈને હું હેરાન રહી ગઈ છું. મારી ઓળખ બચાવવા માટે કાયદાકીય કાર્યવાહી કરું છું. મેં પટિયાલા હાઈકોર્ટમાં લક્ષ્મીનો કેસ લડ્યો હતો. કાલે કોઈ અન્ય મારો કેસ લડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો