હોબાળો / દુલ્હન લગ્નમંડપમાંથી ભાગીને 'છપાક' ફૅમ વિક્રાંત મેસીને મળવા સેટ પર આવી

The bride came to the set to meet the 'Chhapak' fame vikrant massey
X
The bride came to the set to meet the 'Chhapak' fame vikrant massey

Divyabhaskar.com

Jun 18, 2019, 05:38 PM IST

મુંબઈઃ ટીવી એક્ટર વિક્રાંત મેસી ડિરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક'માં દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર વિક્રાંત સાથે એક વિચિત્ર ઘટના બની હતી. એક દુલ્હન પોતાના લગ્નમાંથી ભાગીને સેટ પર આવી હતી અને તેણે અહીંયા હોબાળો મચાવી દીધો હતો. રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના 6 જૂનની હતી. તે સમયે ફિલ્મનું શૂટિંગ દિલ્હીના સાકેત વિસ્તારમાં ચાલતુ હતું.

 

સુરક્ષા વ્યવસ્થા તોડીને દુલ્હન અંદર આવી હતી

રિપોર્ટ્સ પ્રમાણે, 'સાંજના શોટ માટે ટીમે સેટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા કરી હતી. આટલી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાંય યુવતી દુલ્હનના પહેરવેશમાં સેટની અંદર સુધી આવી ગઈ હતી અને હોબાળો મચાવ્યો હતો. તે રડતી હતી અને તેણે વિક્રાંતને મળવાની જીદ કરી હતી. તે કોઈની પણ વાત સાંભળવા તૈયાર નહોતી. તે લગ્ન કરવા તૈયાર નહોતી.'

2. વિક્રાંત પણ સમજાવી શક્યો નહીં

સૂત્રો પ્રમાણે, એક કલાક સુધી યુવતી ટસની મસ થઈ નહીં ત્યારે વિક્રાંત તેની સાથે બેઠો, વાત કરી અને તેણે વેડિંગ વેન્યુ પર જવા માટે સમજાવવા લાગ્યો હતો. જોકે, તેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતાં. છેલ્લે સિક્યોરિટી ટીમને બોલવવામાં આવી અને પોલીસ આવી હતી.

3. વિક્રાંત ઘટનાથી ડરી ગયો હતો

આ ઘટનાથી વિક્રાંત ઘણો જ ડરી ગયો હતો. તેણે એક એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેને ખ્યાલ નહોતો આવતો કે શું કરવું. જોકે, તેણે ઘણી જ શાંતિથી તે યુવતી સાથે વાત કરી હતી અને એ સુનિશ્ચિત કર્યું હતું કે યુવતી લગ્ન છોડીને ભાગે નહીં અને સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાય. સાકેત પોલીસે તે યુવતીને ઘરે પહોંચાડી દીધી હતી. જોકે, આ હોબાળાને કારણે શૂટિંગ ચાર કલાક અટકી પડ્યું હતું.

4. એસિડ એટેક સર્વાઈવર પર બેઝ્ડ ફિલ્મ

ફિલ્મ 'છપાક'ની વાર્તા એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. દીપિકા પાદુકોણ માલતીનાં (લક્ષ્મીને બદલે માલતી નામ રાખવામાં આવ્યું છે) રોલમાં જોવા મળશે. જ્યારે વિક્રાંત તેના બિઝનેસ પાર્ટનર (પછી પ્રેમી) તથા સોશિયલ એક્ટિવિસ્ટ અમોલના રોલમાં છે. ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રિલીઝ થશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી