• Home
  • Entertainment
  • Bollywood
  • 'Teri Mitti' songwriter Manoj Muntashir was shocked at not receiving the award, saying I will not go to any award function till I die

ફિલ્મફેર અવોર્ડ્સ / ‘તેરી મિટ્ટી’ના ગીતકાર મનોજ મુંતશિર અવોર્ડ ન મળતાં ધૂંઆપૂંઆ, કહ્યું-મરતાં સુધી હવે કોઈ અવોર્ડ ફંક્શનમાં નહીં જાઉં

'Teri Mitti' songwriter Manoj Muntashir was shocked at not receiving the award, saying - I will not go to any award function till I die

Divyabhaskar.com

Feb 17, 2020, 02:11 PM IST

બોલિવૂડ ડેસ્કઃ ગુવાહાટીમાં યોજાયેલા 65મા ‘ફિલ્મફેર અવોર્ડ્સ’માં ફિલ્મ ‘ગલી બોય’ના ગીત ‘અપના ટાઈમ આયેગા’ને શ્રેષ્ઠ ગીતકારનો અવોર્ડ મળ્યો. આ અવોર્ડ માટેની રેસમાં મનોજ મુંતશિરે ‘કેસરી’ ફિલ્મ માટે લખેલું ગીત ‘તેરી મિટ્ટી...’ પણ સામેલ હતું. આ ગીતને સન્માન ન મળવાના કારણે મનોજ મુંતશિર ધૂંઆપૂંઆ થઈ ગયો છે. એણે સોશિયલ મીડિયા પર મેસેજ લખીને દરેક એવોર્ડનો બહિષ્કાર કર્યો છે.

Alvida Awards..!!!

A post shared by Manoj Muntashir (@manojmuntashir) on

મનોજે લખ્યુંઃ
‘ડિયર અવોર્ડ્સ, જો હું આખી જિંદગી કોશિશ કરું તો પણ હું ‘તેરી મિટ્ટી..’થી વધુ સારું ગીત નહી લખી શકું. એક વધુ સારી લાઈન- તૂ કહતી થી તેરા ચાંદ હૂં મૈં ઔર ચાંદ હમેશા રહતા હૈ. લાખો ભારતીયોને રડાવી ગયેલા શબ્દોનું તમે સન્માન નથી કરી શકતા. એમને માતૃભૂમિની ચિંતા કરવાનું શીખવ્યું. જો હું સતત તમારી ચિંતા કરતો રહીશ, તો તે મારી કળાનું બહુ મોટું અપમાન કહેવાશે. એટલા માટે હવે હું તમને સૌને સંપૂર્ણપણે બોયકોટ કરી રહ્યો છું. હું સત્તાવાર રીતે જાહેરાત કરું છું કે હું મારા છેલ્લા શ્વાસ સુધી કોઈ પણ અવોર્ડ શોમાં નહીં જાઉં. અલવિદા.’

‘ગીત સાથે ખોટું થયું છે’
મનોજ મુંતશિર કહે છે કે, ‘જો પબ્લિકની સામે આ બંને ગીત સાઈડ બાય સાઈડ રાખવામાં આવે, જેમાંથી એકમાં આ શબ્દો છે કે ‘તેરી મિટ્ટી...’, જે આ દેશની લગભગ 40 લાખ જેટલી મિલિટરી અને પેરામિલિટરી ફોર્સિસને રિપ્રેઝન્ટ કરે છે. આ ગીત દેશભક્તિના નેશનલ એન્થેમ જેવું છે. જો આ ગીતની વેલ્યૂ- ‘તૂ નંગા હી તો આયા હૈ, ક્યા ઘંટા લેકર જાયેગા...’ની સાથે કરવામાં આવી રહી હોય તો તે ખોટું છે.’

‘સાંભળનારાંનાં દિલ તૂટ્યાં’
મનોજ આગળ કહે છે, ‘મને લાગે છે કે સિનેમા એક પડદો છે, તે ક્યારેય બેપર્દા ન થવો જોઈએ. આવાં ફૂવડ ગીતો બનવાં જ ન જોઈએ. અને જો બન્યાં હોય તો ફિલ્મફેર જેવો અવોર્ડ તેને નોમિનેટ કરે અને નોમિનેટ કરીને તેને અવોર્ડ પણ આપી દે તો મને તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ જનતાને તેનાથી બહુ તકલીફ પહોંચી છે. હિન્દુસ્તાન, જે આવડો મોટો દેશ છે, તેમાં સંગીત સમજનારા લોકોનાં દિલ તૂટ્યાં છે.’

સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો
મનોજે કહ્યું, ‘મેં સોશિયલ મીડિયા પર પણ લખ્યું છે કે હું હવે કોઈ પણ અવોર્ડ ફંક્શનમાં નહીં જાઉં. આ પછી જે રિએક્શન્સ આવ્યાં છે તે વાંચીને મારી આંખો ભીની થઈ જાય છે. આ દેશમાં જ્યાં સાહિર, કૈફી, શૈલેન્દ્ર, પંડિત પ્રદીપ થયા છે. ત્યાં ગીતકારોને સન્માન આપવાનું સ્તર આટલું બધું નીચે ઊતરી ગયું છે. મને શું ફરક પડે છે. મને તો કોઈ દુઃખ નથી. હું તો ફરીથી ગીતો લખીશ. ફરી પાછાં મારાં ગીતો આવશે. હું અત્યારે ઓછામાં ઓછી 10-12 મોટી ફિલ્મો કરી રહ્યો છું. પરંતુ આજ પછી હું કોઈ અવોર્ડ ફંક્શનમાં પગ નહીં મૂકું.’

મનોજ મુંતશિર હાલ આ ફિલ્મો પર કામ કરે છે
મનોજ મુંતશિરે પોતાની ફિલ્મો ગણાવતાં કહ્યું કે, હું અજય દેવગણની ફિલ્મનાં ગીતો લખી રહ્યો છું. સાઈના નેહવાલની બાયોપિક, ચાણક્ય માટે ગીતો લખી રહ્યો છું. આમિર ખાન સાથે વિક્રમ વેતાલ કરી રહ્યો છું. આ મારું ડિસિઝન છે, કે મારે એવા લોકોનું સન્માન નથી જોઈતું, જે સન્માનને લાયક નથી. પછી એ કોઈપણ હોય. હું માત્ર એક જ અવોર્ડ વિશે નથી કહેતો. મારે આજ પછી કોઈ અવોર્ડમાં નથી જવું.

X
'Teri Mitti' songwriter Manoj Muntashir was shocked at not receiving the award, saying - I will not go to any award function till I die

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી