દુઃખદ / તેલુગુ ફિલ્મ્સના એક્ટર અમિત પુરોહિતનું નિધન, સેલેબ્સે શોક વ્યક્ત કર્યો

Telugu Films actor Amit Purohit passed away
X
Telugu Films actor Amit Purohit passed away

Divyabhaskar.com

Jul 11, 2019, 02:44 PM IST

હૈદરાબાદઃ તેલુગુ ફિલ્મ્સના એક્ટર અમિત પુરોહિતનું નિધન થયું છે. અમિતના અવસાનની માહિતી મહેશબાબુના ભાઈ સુધીરબાબુએ ટ્વિટર પર શૅર કરી હતી. અમિતના મોતનું કારણ જાણી શકાયું નથી. જોકે, ચર્ચા છે કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. અમિતે ફિલ્મ્સ 'આલાપ', 'સમ્મોહનમ' તથા 'પંખ' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું

1. સુધીરબાબુ

અમિતના નિધનની માહિતી આપતા સુધીર બાબુએ લખ્યું હતું, અમિત પુરોહિતના અવસાનથી દુઃખી છું. તેણે 'સમ્મોહનમ'માં અમિત મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી. ઘણો જ મિલનસાર છોકરો હતો અને દરેક સીનમાં 100 ટકા આપતો હતો. વધુ એક એક્ટર આપણને છોડીને ઘણો જ જલ્દી જતો રહ્યો. ભગવાન તેની આત્માને શાંતિ આપે.

2. અદિતી રાવ હૈદરી

અમિત, તારા આત્માને શાંતિ મળે. ભગવાન પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. એક દયાળું, વિન્રમ તથા મહેનતી વ્યક્તિ ઘણો જ જલ્દી જતો રહ્યો. 'સમ્મોહનમ'માં તારી મહત્ત્વપૂર્ણ હાજરી માટે હંમેશા આભાર

3. સોનુ સુદ

કો-સ્ટાર તથા ફ્રેન્ડના નિધનના સમાચાર સાંભળીને ઘણું જ દુઃખ થયું. તે ઘણો જ સારો હતો અને તેનું ધ્યાન માત્રને માત્ર કામ પર જ રહેતું. ભગવાન તેની આત્માને શાંતિ આપે. અમે તને હંમેશા યાદ કરીશું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી