ટીઝર / હ્રિતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ના પહેલા રોમેન્ટિક સોન્ગ ‘જુગરાફિયા’નું ટીઝર રિલીઝ, 14 જૂને સોન્ગ લોન્ચ થશે

Divyabhaskar.com

Jun 12, 2019, 06:44 PM IST
Teaser released of Hrithik Roshan's film Super 30's first romantic song Jugraafiya

  • રોમેન્ટિક સોન્ગ ‘જુગરાફિયા’ હિન્દી અને બિહારી ભાષાના શબ્દોનું મિશ્રણ
  • સોન્ગમાં હ્રિતિક રોશન સાથે તેની બેટર હાફના રોલમાં એક્ટ્રેસ મૃણાલ ઠાકુર જોવા મળશે 

બોલિવૂડ ડેસ્ક: હ્રિતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ના પહેલા રોમેન્ટિક સોન્ગ ‘જુગરાફિયા’નું ટીઝર તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ રોમેન્ટિક સોન્ગમાં હ્રિતિક રોશન સાથે તેની પ્રેમિકાના રોલમાં એક્ટ્રેસ મૃણાલ ઠાકુર જોવા મળશે. ફિલ્મનું આ પહેલું સોન્ગ 14 જૂને રિલીઝ થશે. આ રોમેન્ટિક સોન્ગને અમિત ભટાચાર્યે લખ્યું છે જેમાં હિન્દી અને બિહારી ભાષાના શબ્દોનું મિશ્રણ છે. મ્યુઝિક ડિરેક્ટર્સ ડ્યુઓ અજય-અતુલ આ ફિલ્મના કમ્પોઝર છે. અગાઉ તેમણે હ્રિતિક રોશનની ફિલ્મ ‘અગ્નિપથ’ માટે પણ મ્યુઝિક આપ્યું હતું. આ સોન્ગને ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલે ગાયું છે.

સિંગર ઉદિત નારાયણે જણાવ્યું કે, ‘હું આટલા સમયમાં આટલો બધો ઉત્સાહી ક્યારેય ન હતો. મારું છેલ્લું હિટ સોન્ગ સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મનું રાધા સોન્ગ હતું અને હું શ્યોર છું કે આ સોન્ગ તેનાથી પણ વધુ હિટ જશે.’ તેમણે જણાવ્યું કે, અજય-અતુલે આ સોન્ગની વર્ષ પહેલાં ચર્ચા કરી હતી. આ સોન્ગમાં ચોક્કસ બોલી છે જેના માટે તેમણે સ્ટુડિયોમાં અજય-અતુલ સાથે બેસીને સોન્ગ રેકોર્ડ કરતાં પહેલાં ઘણી પ્રેક્ટિસ કરી હતી જેથી તે યોગ્ય ઉચ્ચારણ કરી શકે.

સોન્ગ વિશે વધુમાં તેમણે જણાવ્યું કે, ‘આ ગીતમાં વાર્તાલાપ છે જેમાં એક સોશિયલ મેસેજ છે. પૈસાથી ઉપર પ્રેમ, તે વિશે તેમાં વાત છે. ફિલ્મમાં હ્રિતિક ગરીબ છે છતાં તે તેની બેટર હાફને ખુશ રાખવામાં સફળ રહે છે.’

‘સુપર 30’ ફિલ્મ
આ ફિલ્મ બાયોગ્રાફિકલ ડ્રામા છે. બિહારના ગરીબ કુટુંબમાં જન્મેલા આનંદ કુમારની આ સાચી સ્ટોરી છે જેનો રોલ હ્રિતિક નિભાવી રહ્યો છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં મૃણાલ ઠાકુર, અમિત સાધ, નંદિશ સંધુ , પંકજ ત્રિપાઠી અને આદિત્ય શ્રીવાસ્તવ પણ સામેલ છે. ફિલ્મ 12 જુલાઈએ રિલીઝ થવાની છે. ‘સુપર 30’ ફિલ્મને સાજીદ નડિયાદવાલા, ફેન્ટમ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલ છે. હ્રિતિકની ‘HRX ફિલ્મ્સ’ કંપની અને રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે.

X
Teaser released of Hrithik Roshan's film Super 30's first romantic song Jugraafiya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી