વિવાદ / અજય દેવગણની ફિલ્મ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં યાચિકા, તાન્હાજીનો અસલી વંશ ન દેખાડવાનો આરોપ

Tanhaji: The Unsung Warrior in new controversy, A Petition filed in Delhi High Court against film

Divyabhaskar.com

Dec 14, 2019, 03:30 PM IST

બોલિવૂડ ડેસ્ક: અજય દેવગણ સ્ટારર ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ પર હવે નવો વિવાદ ઊભો થયો છે. અખિલ ભારતીય ક્ષત્રિય કોળી રાજપૂત સંઘે દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ યાચિકા દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડિરેક્ટર ઓમ રાઉતે ફિલ્મમાં તાન્હાજીના અસલી વંશને દેખાડ્યો નથી. તેમણે કોર્ટને સેન્સર બોર્ડને આદેશ આપવાની અપીલ કરી છે કે ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં ન આવે.

19 ડિસેમ્બરના સુનાવણી થશે
સંઘનો દાવો છે કે ફિલ્મમાં તાન્હાજીને મરાઠા કમ્યુનિટીના બતાવવામાં આવ્યા છે જ્યારે તેમનો અસલી વંશ ક્ષત્રિય મહાદેવ કોળી હતો. યાચિકા શુક્રવારે કોર્ટ સમક્ષ આવી. પરંતુ જજ ન હોવાને કારણે કેસ પર સુનાવણી થઇ ન શકી. હવે 19 ડિસેમ્બરના રોજ સુનાવણી થશે.

નામને લઈને વિવાદ થઇ ચૂક્યો છે
અગાઉ આ ફિલ્મના નામને લઈને વિવાદ થયો હતો. મરાઠી જાણકારોએ આરોપ લગાવ્યો હતો કે મેકર્સે અસલી નામ તાનાજીને બદલે તાન્હાજી લીધું છે. જોકે, ડિરેક્ટરે આ બાબતે સફાઈ આપતા કહ્યું હતું કે તેમના પૂતળા નીચે પણ તાન્હાજી જ નામ લખ્યું છે. ઇતિહાસ ખોલીને જોઈ લો તેમનું નામ ત્યાં પણ તાન્હાજી છે.

ડિરેક્ટરના જણાવ્યા મુજબ મરાઠા વોરિયરના ફેમિલી તરફથી પણ જાણકારી આપવામાં આવી હતી કે તેમનું નામ તાન્હાજી વાપરવામાં આવે. ફિલ્મ પુણેની બહાર આવેલ સિંહગઢ કિલ્લાના વિજય પર આધારિત છે. જ્યાં તાન્હાજી માલાસુરેની સમાધિ છે અને સમાધિ પર જે મૂર્તિ છે તેની નીચે પણ નામ તાનાજી નહીં આખું નામ નરવીર સુબેદાર તાન્હાજી રાવ માલાસુરે લખેલું છે.

અજય દેવગણની 100મી ફિલ્મ
આ ફિલ્મ અજય દેવગણની 100મી ફિલ્મ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેલકર, પંકજ ત્રિપાઠી વગેરે સામેલ છે. સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદય ભાનના રોલમાં છે. કાજોલ સાવિત્રી માલાસુરેના રોલમાં છે. શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થવાની છે. 10 જાન્યુઆરીના રોજ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ પણ રિલીઝ થવાની છે. એટલે બંને ફિલ્મો થિયેટરમાં ટકરાશે.

X
Tanhaji: The Unsung Warrior in new controversy, A Petition filed in Delhi High Court against film

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી