ગિફ્ટ / ‘બિગિલ’નું શૂટિંગ પૂરું થતાં તમિળ એક્ટર વિજયે 400 ક્રૂ મેમ્બર્સને સોનાની વીંટી ગિફ્ટમાં આપી

Tamil actor Vijay gifted 400 crew members a gold ring after the shooting of Bigil

Divyabhaskar.com

Aug 14, 2019, 03:53 PM IST

ચેન્નાઈ: તમિળ એક્ટર વિજયે પોતાની અપકમિંગ ફિલ્મ ‘બિગિલ’નું શૂટિંગ પૂર્ણ થયાની ખુશીમાં ક્રૂ મેમ્બર્સને સોનાની રિંગ ગિફ્ટમાં આપી હતી. મંગળવાર (13 ઓગસ્ટ)ના રોજ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતાં જ વિજયે 400 લોકોને સોનાની વીંટી ભેટમાં આપી હતી. વીંટી પર ફિલ્મનું નામ ‘બિગિલ’ અંગ્રેજીમાં લખેલું હતું.

પ્રોડ્યૂસર અર્ચનાએ ટ્વીટ કરી
એજીએસ સિનેમાના સીઈઓ તથા ‘બિગિલ’ના પ્રોડ્યૂસર અર્ચના કુલપતિએ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું, ‘આ પ્રેમભરી ગિફ્ટથી વિજયે તમામના દિલ જીતી લીધા.’

ફિલ્મ સાથે જોડાયેલ એક એક્ટર આથમાએ ટ્વિટર પર એક વીડિયો શૅર કરીને ગિફ્ટમાં મળેલી વીંટી બતાવીને વિજયનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું કે ભગવાન તમને તથા તમારા પરિવારને ખુશ રાખે.

વિજય ડબલ રોલમાં
‘બિગિલ’ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે. વિજયની સાથે એક્ટ્રેસ નયનતારા તથા જેકી શ્રોફ પણ આ ફિલ્મમાં છે. ફિલ્મનું પહેલું પોસ્ટર વિજયના જન્મદિવસ પર એટલે કે 21 જૂને રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં વિજયે પિતા તથા પુત્ર એમ ડબલ રોલ કર્યાં છે. આ ફિલ્મ સ્પોર્ટ્સ ડ્રામા પર આધારિત છે.

X
Tamil actor Vijay gifted 400 crew members a gold ring after the shooting of Bigil
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી