પિરિયડ ડ્રામા / મેગાબજેટ અને મલ્ટિસ્ટારર ફિલ્મ ‘તખ્ત’ 170 દિવસોમાં શૂટ થશે

'Takht' shooting to begin in last week of February 2020, full schedule of 170 days

  • 18 મહિના પછી ફિલ્મની યુનિટ શૂટિંગ માટે તૈયાર થઈ ગઈ છે

Divyabhaskar.com

Dec 03, 2019, 10:12 AM IST

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મ 'તખ્ત'નું શૂટિંગ ફેબ્રુઆરી 2020ના છેલ્લા સપ્તાહથી શરૂ થશે. આ શેડ્યૂલ કુલ 170 દિવસનું હશે. આ મલ્ટિસ્ટારર ફિલ્મની એનાઉન્સમેન્ટ ઓગસ્ટ 2018માં કરણ જોહરે કરી હતી. તેમાં કરીના કપૂર ખાન, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર અને અનિલ કપૂર જોવા મળશે. આશરે 18 મહિના પછી ફિલ્મની યુનિટ શૂટિંગ માટે તૈયાર થઈ ગઈ છે. કરણ અત્યારે સ્ક્રિપ્ટની ફાઇનલ એડિટિંગ પર કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે. આ ફિલ્મની સ્ટાર પોતાના-પોતાના ભાગનું શૂટિંગ જુદું-જુદું કરશે.

આ ફિલ્મમાં અનિલ કપૂર શાહજહાંનાં રોલમાં નજર આવશે. આ તેની પ્રથમ પિરિયડ ડ્રામા ફિલ્મ હશે. અનિલ કપૂરે હાલ મલંગનું શૂટિંગ પૂરું કરી દીધું છે. તો બીજી તરફ રણવીર સિંહ 83 ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે.

X
'Takht' shooting to begin in last week of February 2020, full schedule of 170 days

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી