ફર્સ્ટ લુક / ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મિતુ’નો તાપસી પન્નુનો ફર્સ્ટ લુક રિલીઝ

Taapsee Pannu's first look as Mithali Raj from film Shabaash Mithu is released

  • આવતા વર્ષે 5 ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થશે 
  • ‘રઈસ’ ફેમ ડિરેક્ટર રાહુલ ધોળકિયા ફિલ્મના ડિરેક્ટર 

Divyabhaskar.com

Jan 29, 2020, 12:45 PM IST

બોલિવૂડ ડેસ્ક: અપકમિંગ સ્પોર્ટ્સ બાયોપિક ‘શાબાશ મિતુ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજ પર બની રહેલ આ ફિલ્મમાં તાપસી પન્નુ 37 વર્ષીય કેપ્ટન મિતાલી રાજના રોલમાં છે. તાપસીએ ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર મિતાલીનો એક ક્વોટ સાથે શેર કરતાં લખ્યું કે, ‘મને હંમેશાં એવું પૂછવામાં આવ્યું છે કે તમારો ગમતો મેલ ક્રિકેટર કોણ છે પણ તમારે તેમને એવું પૂછવું જોઈએ કે તમારા ફેવરિટ ફિમેલ ક્રિકેટર કોણ છે. આ એક સ્ટેટમેન્ટ જેણે દરેક ક્રિકેટ પ્રેમીને અટકીને એ વિચારવા મજબૂર કર્યા કે શું તેઓ ક્રિકેટને પ્રેમ કરે છે કે પછી જે જાતિ આ ગેમ રમે છે તેને. મિતાલી રાજ તમે ગેમ ચેન્જર છો.’

‘શાબાશ મિતુ’ ફિલ્મ આવતા વર્ષે 5 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મને ‘રઈસ’ ફેમ ડિરેક્ટર રાહુલ ધોળકિયા ડિરેક્ટ કરી રહ્યા છે. ‘વાયાકોમ18 સ્ટુડિયોસ’ દ્વારા આ ફિલ્મ પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે.

મિતાલી રાજે સપ્ટેમ્બર 2019માં ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જોકે તેઓ હજુ વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટ અને ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન છે.

X
Taapsee Pannu's first look as Mithali Raj from film Shabaash Mithu is released
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી