કન્ફર્મ / તાપસી પન્નુએ સ્વીકાર્યું કે તે રિલેશનશિપમાં છે, તેનો પાર્ટનર એક્ટર કે ક્રિકેટર નથી

Taapsee Pannu said, She is in a Romantic Relationship
X
Taapsee Pannu said, She is in a Romantic Relationship

Divyabhaskar.com

Sep 11, 2019, 06:51 PM IST
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ હાલમાં પોતાની ફિલ્મ ‘થપ્પડ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તાપસીએ પોતાની લવ-લાઈફ અંગે વાત કરી હતી અને તેણે સ્વીકાર્યું હતું કે તે સિંગલ નથી.

શું કહ્યું તાપસી પન્નુએ?

1. રિલેશનશિપમાં હોવાનો સ્વીકાર કર્યો

તાપસીએ એક ચેટ શોમાં કહ્યું હતું કે તે રિલેશનશિપમાં છે. જોકે, તાપસીએ પોતાના પાર્ટનર તથા તેના પ્રોફેશન અંગે કોઈ વાત કરી નહોતી. તાપસીએ કહ્યું હતું કે તે પરિણીત નથી. જે લોકોને તેના જીવન અંગે જાણવાની ઈચ્છા છે, તેમને ખ્યાલ છે કે તેના જીવનમાં જે વ્યક્તિ છે, તે ના તો એક્ટર છે ના તો ક્રિકેટર. તે અહીંયાનો નથી.

2. તાપસી સાથે તેની બહેન પણ હતી

ચેટ શોમાં તાપસીની સાથે તેની બહેન શગુન પણ હતી. શગુને કહ્યું હતું કે તેની બહેન તાપસીએ તેનો આભાર માનવો જોઈએ. કારણ કે તેને કારણે જ તાપસી તેના લવ પાર્ટનરને મળી શકી છે.

3. લગ્નને લઈ તાપસીએ શું કહ્યું?

લગ્ન પર તાપસીએ કહ્યું હતું કે જ્યારે તે ફેમિલી પ્લાનિંગ શરુ કરશે ત્યારે જ તે લગ્ન કરવા અંગેનો નિર્ણય લેશે. તાપસીએ એ પણ કહ્યું હતું કે તે લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા નિકટના મિત્રોને બોલાવશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી