બર્થડે ગિફ્ટ / તાપસી પન્નુએ બહેન શગુન પન્નુને 21.34 લાખની જીપ કાર બર્થડે ગિફ્ટ તરીકે આપી

Taapsee Pannu Gifts Jeep Compass Worth Rs 21.34 Lakh to Sister Shagun as Birthday gift

Divyabhaskar.com

Jul 18, 2019, 12:39 PM IST

બોલિવૂડ ડેસ્ક: એક્ટ્રેસ તાપસી પન્નુએ તેની સગી બહેન શગુન પન્નુને બર્થ ડે ગિફ્ટ તરીકે કાર આપી છે. તાપસીએ શગુનને સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી. તાપસીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો પણ શેર કર્યો હતો. તાપસીએ તેની બહેનને જીપ કંપનીની SUV ગિફ્ટ કરી છે. આ જીપ કમ્પસ લિમિટેડ પ્લસ વેરિઅન્ટની કિંમત 21.34 લાખ રૂપિયા છે. શગુનનો જન્મદિવસ 8 એપ્રિલે હતો, પરંતુ થોડા દિવસ અગાઉ જ તાપસીએ તેનો વીડિયો શેર કર્યો છે.

તાપસીએ વીડિયોમાં જણાવ્યું છે કે, ‘મારી બહેનને મેં જ્યારે પૂછ્યું કે તારે શું જોઈએ છે તો તેણે કહ્યું કે, ના મારે કંઈ નથી જોઈતું, મારી પાસે બધું છે. પણ મને ખબર હતી કે તે ઘણા સમયથી કાર લેવાનું વિચારી રહી હતી. એટલે હું તેને જીપ કમ્પસ લિમિટેડ પ્લસ ગિફ્ટ કરી રહી છું.’

X
Taapsee Pannu Gifts Jeep Compass Worth Rs 21.34 Lakh to Sister Shagun as Birthday gift
Taapsee Pannu Gifts Jeep Compass Worth Rs 21.34 Lakh to Sister Shagun as Birthday gift
Taapsee Pannu Gifts Jeep Compass Worth Rs 21.34 Lakh to Sister Shagun as Birthday gift
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી