તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિતેશ દેશમુખે કહ્યું, અંતે ન્યાય મળ્યો, રીષિ કપૂરે કહ્યું- જેવું કરો તેવું પામો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સાત વર્ષ જૂના નિર્ભયા દુષ્કર્મ તથા હત્યા કેસમાં ચાર દોષિતોને 20 માર્ચે સવારે સાડા પાંચ વાગે ફાંસી આપવામાં આવી હતી. બોલિવૂડ સેલેબ્સે આને લઈ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી હતી.
રિતેશે દેશમુખે કહ્યું હતું, જસ્ટિસફોરનિર્ભયા, મારી ભાવનાઓ તથા પ્રાર્થના નિર્ભયાના પેરેન્ટ્સ, મિત્રો તથા પ્રિયજનો સાથે છે. બહુ રાહ જોઈ પરંતુ અંતે ન્યાય મળ્યો. બીજી ટ્વીટમાં રિતેશે કહ્યું હતું, કડક કાયદો બનાવીને, સજાને કઠોર કરીને ત્વરિત ન્યાય માટે ફાસ્ટ કોર્ટ બનાવવી જોઈએ અને તે રાક્ષસોના મનમાં ડર ઉત્પન્ન કરવો જોઈએ. 

રીષિ કપૂરે કહ્યું, નિર્ભયાને ન્યાય મળ્યો. જેવું કરો તેવું પામો. આ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયામાં ઉદાહરણ સેટ કર્યું છે. રેપની સજા મોત. તમારે મહિલાઓને માન આપવું પડશે. એ લોકોને શરમ આવવી જોઈએ, જેમણે ન્યાયમાં મોડું કરાવ્યું. જયહિંદ. 

પ્રીટિ ઝિન્ટાએ પણ નિર્ભયાની દોષિતોની ફાંસીને લઈ ટ્વિટ કરી હતી. તેણે કહ્યું હતું, નિર્ભયાના ગુનેગારોને 2012માં જ ફાંસીએ લટકાવી દેવાની જરૂર હતી. કાયદાનો ભય જ ગુનાઓ અટકાવશે. સારવાર કરતાં સાવચેતી મહત્ત્વની છે. સરકારે આ સમયે ન્યાયિક પ્રક્રિયામાં સુધારા લાવવાની જરૂર છે. 

સુસ્મિતા સેને કહ્યું હતું કે અંતે થોડોક ન્યાય મળ્યો. 

તાપસી પન્નુએ કહ્યું હતું, અંતે, થઈ ગયું. આશા છે કે વર્ષો બાદ આજે રાત્રે પેરેન્ટ્સ શાંતિથી સૂઈ શકશે. આશાદેવીએ લાંબી લડાઈ લડી છે. 

નોંધનીય છે કે 16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીમાં છ દોષિતોએ નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. એકે જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી, બીજો આરોપી સગીર હતો તેથી 3 વર્ષ પછી છૂટી ગયો. બાકી વધેલા ચાર- મુકેશ, અક્ષય, વિનય અને પવન ફાંસીની સજા ના મળે તે માટે શક્ય તેટલા પ્રયાસો કર્યા હતાં. જોકે, અંતે નિર્ભયાની જ જીત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...