લબ બર્ડ્સ / સુશાંત સિંહે રિયા ચક્રવર્તીને તેના બર્થ ડે પર પ્લેટિનિયમ પેન્ડન્ટ ગિફ્ટ કર્યું હતું

Sushant Singh Rajput gifted platinum pendant to Rhea Chakraborty on her birthday

Divyabhaskar.com

Jul 12, 2019, 06:00 PM IST

બોલિવૂડ ડેસ્ક: બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલ ઘણા લવ બર્ડ્સની ચર્ચા થઇ રહી છે. અમુક સેલિબ્રિટી પોતાના રિલેશન સ્વીકારી લે છે અમુક એવું કહે છે કે અમે માત્ર મિત્રો છીએ. આ લવ બર્ડ્સના લિસ્ટમાં સુશાંત સિંહ અને ‘જલેબી’ ફેમ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનું નામ પણ સામેલ થયું છે. જોકે, એ વાત અલગ છે કે બન્ને હજુ એકબીજાને સારાં મિત્રો તરીકે જ ગણાવી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં 1 જુલાઈના રોજ રિયા ચક્રવર્તીનો જન્મ દિવસ હતો. રિયાએ આ જન્મ દિવસ સુશાંત સિંહ અને તેના બીજા અમુક મિત્રો સાથે ઉજવ્યો હતો. હવે સમાચાર છે કે, સુશાંતે તેની કથિત ગર્લફ્રેન્ડ રિયાને બર્થ ડે ગિફ્ટમાં પ્લેટિનિયમ પેન્ડન્ટ આપ્યું હતું. સુશાંતની આ ગિફ્ટને રિયા આજકાલ દરેક જગ્યાએ પહેરીને ફરે છે.

અપકમિંગ ફિલ્મ
સુશાંત સિંહની 30 ઓગસ્ટે શ્રદ્ધા કપૂર સાથેની ફિલ્મ ‘છિછોરે’ રિલીઝ થવાની છે. રિયા હાલ તેની આગામી ફિલ્મ ‘ચેહરે’માં વ્યસ્ત છે, જેમાં તે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સાથે દેખાશે.

X
Sushant Singh Rajput gifted platinum pendant to Rhea Chakraborty on her birthday
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી