બોક્સઓફિસ કલેક્શન / સુશાંત સિંહ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘છિછોરે’ ફિલ્મની કમાણી 5 દિવસમાં 50 કરોડ રૂપિયાને પાર

Sushant Singh and Shraddha Kapoor starer 'Chhichhore' earned more than rs 50 cr in 5 days

Divyabhaskar.com

Sep 11, 2019, 11:06 AM IST

બોલિવૂડ ડેસ્ક: સુશાંત સિંહ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘છિછોરે’ ફિલ્મ બોક્સઓફિસ પર ઘણું સારું પર્ફોર્મ કરી રહી છે. ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ હતી અને પાંચ દિવસને અંતે ફિલ્મે 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. પાંચ દિવસને અંતે ફિલ્મની કુલ કમાણી ₹ 54.13 કરોડ થઇ છે. મહત્ત્વની વાત એ છે કે, ફિલ્મની પાંચમા દિવસની કમાણી પહેલા દિવસ અને ચોથા દિવસ કરતાં પણ વધુ છે. ફિલ્મે રિલીઝના દિવસે શુક્રવારે 7.32 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે ચોથા દિવસે સોમવારે 8.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પાંચમા દિવસે એટલે કે મંગળવારે ફિલ્મે 10.05 કરોડ રૂપિયાની કમાણી કરી બોક્સઓફિસ કલેક્શનમાં 50 કરોડનો આંકડો વટાવી ચૂકી છે.

આ ફિલ્મ સુશાંત સિંહની બીજી સૌથી વધુ ઓપનિંગ કમાણી કરનારી ફિલ્મ છે. પહેલા નંબર પર 21.30 કરોડ રૂપિયાની કમાણી સાથે 2016માં રિલીઝ થયેલ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મ છે. બીજા નંબર પર ‘છિછોરે’ જ્યારે ત્રીજા નંબર પર 7.25 કરોડ રૂપિયાની કમાણી સાથે 2018માં રિલીઝ થયેલ ‘કેદારનાથ’ ફિલ્મ છે.

‘દંગલ’ ફેમ ડિરેક્ટર નિતેશ તિવારીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, પ્રતીક બબ્બર, સિદ્ધાર્થ, તાહિર ભસીન સામેલ છે. ફિલ્મના પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા છે. આ ફિલ્મ રિયલ લાઈફથી ઇન્સ્પાયર્ડ ફિલ્મ છે. નિતેશ તિવારી પોતે આઈઆઇટી મુંબઈના પાસ આઉટ છે. આ ફિલ્મમાં મોટાભાગના કેરેક્ટર તેમની બેચ સિવાય સિનિયર અને જુનિયર સ્ટુડન્ટ્સની લાઈફથી ઇન્સ્પાયર છે.

X
Sushant Singh and Shraddha Kapoor starer 'Chhichhore' earned more than rs 50 cr in 5 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી