ખુલાસો / નેશનલ એવોર્ડ જીત્યાં બાદ સુરેખા સીકરીએ કહ્યું, 10 મહિના પહેલાં બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો

Surekha Sikri revealed after winning National Award, She Suffered Brain Stroke 10 Months Ago
X
Surekha Sikri revealed after winning National Award, She Suffered Brain Stroke 10 Months Ago

Divyabhaskar.com

Aug 14, 2019, 12:31 PM IST

મુંબઈઃ 74 વર્ષીય એક્ટ્રેસ સુરેખા સીકરીને હાલમાં જ ફિલ્મ ‘બધાઈ હો’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુરેખા સીકરીએ ખુલાસો કર્યો હતો કે 10 મહિના પહેલાં તેમને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમણે કોઈ કામ કર્યું નથી. તેમને આશા છે કે તેઓ જલ્દીથી સાજા થઈ જશે.

ત્રીજીવાર નેશનલ એવોર્ડ વિનર બન્યાં

1. નવેમ્બરમાં બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો

સુરેખા સીકરીએ કહ્યું હતું કે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જ્યારે તેઓ મહાબળેશ્વરમાં શૂટિંગ કરતાં હતાં તો બાથરૂમમાં તેઓ પડી ગયા હતાં અને તેમને માથામાં વાગ્યું હતું. તેમને થોડી લકવાની અસર પણ આવી ગઈ હતી. બીમારીને કારણે તેઓ હાલમાં કામ કરી શકે તેમ નથી. આ ઉપરાંત તેઓ જમી પણ શકતા ના હોવાથી તેમનું વજન પણ ઘણું જ ઘટી ગયું છે.  જોકે, ડોક્ટર્સે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ ઠીક થઈ જશે.

2. કેવી રીતે સેલિબ્રેશન કર્યું?

સુરેખા સીકરીને જ્યારે પૂછવામાં આવ્યું કે નેશનલ એવોર્ડ મળતાં તેમણે કેવી રીતે સેલિબ્રેશન કર્યું તો તેમણે કહ્યું હતું કે તેઓ ઘણાં જ ખુશ છે. તેઓ પરિવાર તથા ફ્રેન્ડ્સને મળ્યાં હતાં. નેશનલ એવોર્ડ જીત્યાં બાદ સુરેખા સીકરીને તેમની ટીવી સિરિયલ ‘બાલિકાવધૂ’નો કો-સ્ટાર શશાંક વ્યાસ મળવા આવ્યો હતો. શશાંકે ઈન્સ્ટાગ્રામમાં આ મુલાકાતની તસવીરો પણ શૅર કરી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#blessings🙏 Congratulations #surekhasikri 🌼🌼

A post shared by shashank vyas (@ishashankvyas) on

 

3. ત્રીજીવાર નેશનલ એવોર્ડ મળ્યો

ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુરેખા સીકરીને 1988માં ‘તમસ’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. 1995માં ‘મમ્મો’ ફિલ્મ માટે પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. સુરેખા સીકરીએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. 1989માં સંગીત નાટક એકેડમીએ તેમનું સન્માન કર્યું હતું. બોલિવૂડમાં તેમણે ‘ઝુબૈદા’, ‘મિસ્ટર એન્ડ મિસિસ ઐય્યર’ તથા ‘રેઈનકોટ’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. ટીવીની વાત કરવામાં આવે તો તેમણે સિરિયલ્સ ‘એક થા રાજા એક થી રાની’, ‘બાલિકાવધૂ’, ‘સાત ફેરે’, ‘પરદેશ મૈં હૈં મેરા દિલ’ તથા ‘મા એક્સચેન્જ’માં મહત્ત્વના રોલ પ્લે કર્યાં હતાં.

4. ઝોયા અખ્તરની શોર્ટ ફિલ્મમાં જોવા મળશે

સુરેખા સીકરીને અપકમિંગ પ્રોજેક્ટ્સ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે ઝોયા અખ્તરની એક શોર્ટ ફિલ્મ સાઈન કરી છે. તેમના માટે આ પ્રોજેક્ટ ખાસ છે અને તે આના માટે ઘણાં જ ઉત્સુક છે. તેઓ ટૂંક સમયમાં આ શોર્ટ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી