હેરિટેજ વોક / ‘મોન્ટુની બિટ્ટુ’ની સ્ટારકાસ્ટે ફેન્સ સાથે અમદાવાદમાં હેરિટેજ વોક કર્યું, લોકો સાથે ઇતિહાસની વાતો કરી

Star cast of Montu Ni Bittu along with fans went for heritage walk in the heritage city ahmedabad

Divyabhaskar.com

Aug 13, 2019, 06:31 PM IST

બોલિવૂડ ડેસ્ક: ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’ની સ્ટારકાસ્ટે તાજેતરમાં હેરિટેજ શહેર અમદાવાદમાં હેરિટેજ વોક કર્યું. તેમણે ફેન્સ સાથે અમદાવાદના ઈતિહાસની વાતો કરી. સ્વાભાવિક છે કે ફિલ્મના ટ્રેલર પરથી ખબર પડી જાય છે કે આ ફિલ્મની સ્ટોરી અમદાવાદની પોળમાં આકાર લે છે. અમદાવાદ શહેર હેરિટેજ શહેર તરીકે જાહેર થયું એ પછીની આ પહેલી ફિલ્મ છે જે હેરિટેજ શહેરની હેરિટેજ પોળમાં શૂટ થઈ છે. ડિરેક્ટર વિજયગીરી બાવાની આ ફિલ્મમાં અમદાવાદની પોળની વાર્તા છે, પોળનું ધબકતું જીવન છે અને પોળના જ કિરદારો છે. રવિવારે સવારે ફિલ્મની સ્ટારકાસ્ટ આરોહી પટેલ, મૌલિક નાયક, હેમાંગ શાહ, મેહુલ સોલંકી, હેપ્પી નાયક અને પ્રોડ્યૂસર ટ્વિંકલ બાવા સહિત રાઇટર રામ મોરી આ હેરિટેજ વોકમાં જોડાયાં હતાં.

‘અમદાવાદ રોકેટ્સ’ અને ‘એલિક્ઝિર ફાઉન્ડેશન’ દ્વારા રાણી સીપ્રીની મસ્જિદથી, ઢાળની પોળ, નીચી પોળ, માંડવીની પોળ, જામા મસ્જિદ, ત્રણ દરવાજાથી અંતે ભદ્રકાળી મંદિર સુધીના સ્થળોને આવરી લેતી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના હેરિટેજ સ્થળોને પ્રોત્સાહન મળે એ હેતુથી ફિલ્મની ટીમ સાથે આ હેરિટેજ વોક ડિઝાઇન કરવામાં આવ્યું હતું. હેરિટેજ વોકના આખરી પડાવ ભદ્રકાળી મંદિરે ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’નું જ ગીત જે અમદાવાદની નગરદેવી ભદ્રકાળીને અર્પણ કરાયું છે એ ગરબાના તાલ પર ફિલ્મની સ્ટારકાસ્ટ મંદિરનાં પ્રાંગણમાં ઝૂમ્યાં હતાં.

‘મોન્ટુની બિટ્ટુ’
‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મને ‘વિજયગીરી ફિલ્મોસ’ પ્રોડક્શન હાઉસ હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મને ‘પ્રેમજી: રાઈઝ ઓફ અ વૉરિયર’ અને ‘મહોતું’ ફેમ ડિરેક્ટર વિજયગીરી બાવાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં પિંકી પરીખ, હેપ્પી નાયક, વિશાલ વૈશ્ય, કિરણ જોષી અને બંસી રાજપૂત પણ સામેલ છે. ફિલ્મને ‘મહોતું’ ફેમ લેખક રામ મોરીએ લખી છે, જ્યારે ફિલ્મનો સ્ક્રીનપ્લે તેણે પ્રાર્થી ધોળકિયા અને વિજયગીરી બાવા સાથે મળીને લખ્યો છે. ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મમાં મેહુલ સુરતીએ સંગીત આપ્યું છે. આ ફિલ્મ સાતમ આઠમના તહેવાર દરમ્યાન 23 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે.

X
Star cast of Montu Ni Bittu along with fans went for heritage walk in the heritage city ahmedabad
Star cast of Montu Ni Bittu along with fans went for heritage walk in the heritage city ahmedabad
Star cast of Montu Ni Bittu along with fans went for heritage walk in the heritage city ahmedabad
Star cast of Montu Ni Bittu along with fans went for heritage walk in the heritage city ahmedabad
Star cast of Montu Ni Bittu along with fans went for heritage walk in the heritage city ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી