જન્મજયંતી / શ્રીદેવીની 56મી જન્મજયંતી પર બોની કપૂરે કહ્યું, હેપ્પી બર્થડે જાન, તું દર મિનિટે યાદ આવે છે

Sridevi's 56th Birthday Bonnie Kapoor said, Happy Birthday Jan, you remember every minute
X
Sridevi's 56th Birthday Bonnie Kapoor said, Happy Birthday Jan, you remember every minute

Divyabhaskar.com

Aug 13, 2019, 02:08 PM IST

મુંબઈઃ બોલિવૂડ આઈકન શ્રીદેવીની 13 ઓગસ્ટના રોજ 56મી જન્મજયંતી છે. વર્ષ 2018માં દુબઈની એક હોટલના બાથટબમાં ડૂબી જવાને કારણે તેમનું નિધન થયું હતું. જન્મજયંતી પર દીકરી જાહન્વી, પતિ બોની કપૂર તથા દિયર અનિલ કપૂરે શ્રીદેવીને યાદ કર્યાં હતાં.

કપૂર પરિવારે શ્રીદેવીને યાદ કર્યાં

1. બોની કપૂરે પત્નીને યાદ કરી

બોની કપૂરે પત્ની શ્રીદેવીને યાદ કરતાં ટ્વિટર પર ટ્વીટ કરી હતી, હેપ્પી બર્થડે જાન, મારા જીવનની દરેક મિનિટે તને યાદ કરું છું. હંમેશા માર્ગદર્શન આપજે, અનંતકાળ સુધી અમારી યાદોમાં રહીશ.

2. જાહન્વીએ માતાને યાદ કરી

જાહન્વીએ ઈન્સ્ટાગ્રામમાં માતા શ્રીદેવીની તસવીર શૅર કરીને કહ્યું હતું, મમ્મા જન્મદિવસની શુભેચ્છા. ઘણો જ પ્રેમ. આ પોસ્ટની કમેન્ટ બોક્સ પર પ્રિયંકા ચોપરા, દિયા મિર્ઝા તથા મનિષ મલ્હોત્રાએ હાર્ટની ઈમોજી મૂકી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy birthday Mumma, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

3. અનિલ કપૂર તથા સુનિતા કપૂરે પણ શ્રીદેવીને લઈ પોસ્ટ શૅર કરી

અનિલ કપૂરે શ્રીદેવી સાથે ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે, તેણે ટ્વિટર પર શ્રીદેવીની તસવીર શૅર કરીને ટ્વીટ કરી હતી, આજે અમારા માટે ઘણો જ ભાવુક દિવસ છે. અમે તમારો 56મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છીએ. તમારી ગેરહાજરીથી અમે ઘણાં જ ઉદાસ છીએ પરંતુ હંમેશા તમારી સ્માઈલ તથા અમારા જીવનમાં તમે જે ખુશીઓ લાવ્યા તે અમે યાદ રાખીશું. અમે તમને રોજ યાદ કરીએ છીએ.

સુનિતા કપૂરે પણ ભાવુક પોસ્ટ શૅર કરી હતી. તેણે પોતાની તથા શ્રીદેવીની એક જૂની તસવીર શૅર કરીને કહ્યું હતું, યાદો હંમેશા ખાસ હોય છે. ઘણીવાર આપણે તેને યાદ કરીને હસતા હોઈએ છીએ, તો ક્યારેય રડતાં હોઈએ છીએ. તમારી સાથે વીતાવેલી ખુશીઓને યાદ કરીને આજે અમે રડી રહ્યાં છીએ. આ જ જીવન છે. હેપ્પી બર્થડે શ્રી, અમે તમને ઘણાં જ યાદ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ કપૂર પરિવાર તથા બોલિવૂડ સેલેબ્સે શ્રીદેવીને મધર્સ ડે પર, ફર્સ્ટ ડેથ એનિવર્સરી પર યાદ કર્યાં હતાં. નોંધનીય છે કે શ્રીદેવીએ પોતાના કરિયરની શરૂઆત ચાર વર્ષની ઉંમરે કરી હતી. વર્ષ 1976 તથા 1982 સુધી તેમણે તમિળ તથા તેલુગુ ફિલ્મ્સ કરી હતી. જેમાં રજનીકાંત, કમલ હસન જેવા સ્ટાર્સ હતાં. બોલિવૂડમાં પણ શ્રીદેવીએ અનેક સફળ ફિલ્મ્સ આપી હતી. તેમની દીકરી જાહન્વીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલમાં કારગિલ ગર્લ ગુંજન સક્સેનાની બાયોપિકમાં કામ કરી રહી છે. આ ઉપરાંત ‘દોસ્તાના 2’, ‘તખ્ત’ તથા ‘રૂહ અફજા’માં પણ કામ કરી રહી છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી