અપકમિંગ / ઈસરોએ ના પાડતાં ‘મિશન મંગલ’ માટે ફિલ્મસિટીમાં 8 કરોડમાં સ્પેસ સ્ટેશનનો સેટ બનાવવામાં આવ્યો

Space Station set for 8 cr in Film City for 'Mission Mangal'

Divyabhaskar.com

Aug 14, 2019, 01:49 PM IST

મુંબઈઃ ‘મિશન મંગલ’ ફિલ્મ બનવાની ઘટના પણ એક મિશનની જેમ જ લાગે છે. આ ફિલ્મ અંગેની રસપ્રદ માહિતી સામે આવી છે. ઈસરોએ પોતાના ત્યાં ફિલ્મનું શૂટિંગ કરવાની પરવાનગી આપી નહોતી. તેથી ફિલ્મસિટીમાં જ ઈસરોનું ઈન્ટીરિયર, સેટેલાઈટ તથા રોકેટ જેવી વસ્તુઓથી ઈસરો જેવો સેટ બનાવવામાં આવ્યો હતો. આની પાછળ અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સેટને વેટરન સંદિપ શરદ રવાડેએ તૈયાર કર્યો હતો.

શું કહ્યું સંદિપ શરદે?
સેટ ડિઝાઈનર સંદિપે કહ્યું હતું કે સલામતીના કારણોસર ઈસરોમાં શૂટિંગ કરવાની પરમિશન મળી નહોતી. આથી ફિલ્મસિટીના અલગ-અલગ સ્ટૂડિયોમાં ઈસરોની અલગ અલગ ઓફિસનો સેટ બનાવવામાં આવ્યો હતો.

ત્રણ મોટા રીક્રિએશન પ્રોસેસ પર એક નજર

પીએસએલવી રોકેટ
સેટેલાઈટ પીએસએલવી રોકેટથી મોકલતા બતાવવામાં આવ્યું છે. રિયલ એસ્ટ્રોનોમિકલ રોકેટની જેમ જ આની નોઝ તથા ટેલ ક્રિએટ કરવામાં આવી છે.

 • 10 ફૂટ ઊંચો ઉપરનો હિસ્સો
 • નોઝની 17 ફૂટ ઊંચાઈ પર કેબિન બનાવવામાં આવી છે, જેમાં પાંચ ફૂટ ઊંચો સેટેલાઈટ રાખવામાં આવ્યો હતો.
 • રોકેટ નોઝની કુલ ઊંચાઈ 27 ફૂટ
 • આ રોકેટની ટોટલ હાઈટ 145 ફૂટ
 • ટેલની કુલ હાઈટ 18 ફૂટ

સેટેલાઈટ

 • આ સેટેલાઈટ ટેલની અંદર હતો. આ સેટ મેકિંગ ટીમે જ ડિઝાઈન કર્યો હતો. આની હાઈટ એક મોટી કાર જેટલી હતી.
 • આમાં જિપ્સમ બોર્ડ, વોલ્વોરિન ક્લોથ, સોલાર પેનલ વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૌથી વધુ સમય સેટેલાઈટના પાર્ટ્સ બનાવવામાં લાગ્યો હતો. આ બધું જ કરવામાં બેથી અઢી મહિનાનો સમય લાગ્યો હતો.
 • અસલ રોકેટ જેટલું મોટું રોકેટ બનાવવાનું શક્ય નહોતું. એટલે વચ્ચેનો હિસ્સો વીએફએક્સથી બનાવવામાં આવ્યો હતો અને આ એક્સટેન્શનને વીએફએક્સની મદદથી નોઝ તથા ટેલ સાથે જોડવામાં આવ્યો હતો.
 • ઈસરો, વર્ક સ્ટેશન, લોન્જ, લોબી, કંટ્રોલ રૂમ તથા પાત્રોના ઘર સહિત બનાવવામાં આઠ કરોડનો ખર્ચ થયો હતો. સેટ ડિઝાઈનર્સ ઓથેન્સિટી સાથે સમાધાન કરવા તૈયાર નહોતાં અને તેથી જ તેમણે પૈસા વધારે ખર્ચ્યાં હતાં.

મેઈન વર્ક સ્ટેશન
આખા વિસ્તારને 3D મોડલ બનાવીને વિઝ્યુલાઈઝેશન કરવામાં આવ્યું હતું. પછી મેઈન વર્ક સ્ટેશનના રેશિયોના પ્રમાણે, તુલનાત્મક રીતે ઓછી જગ્યામાં સેટ બનાવવામાં આવ્યો હતો. જેમાં રિયલ તથા વીએફએક્સને મિક્સ કરવામાં આવ્યાં હતાં.

શું-શું રીએક્રેટ કરવામાં આવ્યું?

 • મિનિએચર મોડલ્સ
 • પોલર સેટેલાઈટ
 • લોન્ચ વ્હીકલ
 • પેલોડ
 • મેઈન વર્ક સ્ટેશન
 • કંટ્રોલ રૂમ
X
Space Station set for 8 cr in Film City for 'Mission Mangal'
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી