• Gujarati News
  • National
  • South Super Star Prabhas To Play Ravan To Hrithik Roshan And Deepika Padukone’s Ram And Sita In Ramayana?

નિતેશ તિવારીની ‘રામાયણ’માં પ્રભાસ રાવણનો રોલ પ્લે કરે તેવી શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ‘દંગલ’ ફૅમ ડિરેક્ટર નિતેશ તિવારીનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ ‘રામાયણ’ ખાસ્સા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં કયા કલાકારો કામ કરશે, તેને લઈ અટકળો થઈ રહી છે. રિપોર્ટ્સ છે કે રામના રોલમાં રીતિક રોશન તથા સીતાના રોલમાં દીપિકા પાદુકોણને લેવામાં આવશે. આ દરમિયાન હવે એમ ચર્ચાઈ રહ્યું છે કે રાવણના રોલ માટે સાઉથ સુપરસ્ટાર પ્રભાસનો સંપર્ક કરવામાં આવ્યો છે.

પ્રભાસ રાવણનો રોલ પ્લે કરે તેવી શક્યતા
‘રામાયણ’ની ટીમ ઈચ્છે છે કે પ્રભાસ રાવણનો રોલ પ્લે કરે. પ્રભાસની પર્સનાલિટી આ કેરેક્ટરને સૂટ કરે છે. તેનું ફિઝીક રાવણના રોલ માટે પર્ફેક્ટ છે. જોકે, હજી સુધી આ ડિલ ફાઈનલ થઈ નથી. પ્રભાસે હજી સુધી કોઈ જ નિર્ણય લીધો નથી. આ ફિલ્મને બનતા 2 વર્ષનો સમય થશે. સૂત્રોના મતે, અલ્લુ અરવિંદ, નમિત મલ્હોત્રા તથા મધુ મન્ટેના પહેલી જ વાર નિતેશના આ પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છે. 
 

શું કહ્યું નિતેશે?
‘છિછોરે’ના પ્રમોશન દરમિયાન નિતેશને એક ઈન્ટરવ્યૂમાં ‘રામાયણ’ને લઈ સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં નિતેશે કહ્યું હતું કે આ ફિલ્મ ત્રણ ભાગમાં બનશે. દીપિકા તથા રીતિકના કાસ્ટિંગના સવાલમાં નિતેશે જવાબ આપ્યો હતો કે હજી તો કોન્સેપ્ટ લેવલ પર કામ ચાલી રહ્યું છે અને કાસ્ટિંગ અંગે કંઈ જ વિચાર કરવામાં આવ્યો નથી.

પ્રોડક્શન હાઉસે શું કહ્યું?
પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સૂત્રોના મતે, ફિલ્મ ‘રામાયણ’માં પહેલી જ વાર રીતિક તથા દીપિકા સ્ક્રીન શૅર કરશે. આ ઉપરાંત રાવણના રોલમાં કોઈ સુપરસ્ટાર જોવા મળશે. સૂત્રોએ પણ ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મનું બજેટ 600 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ પૂરા ભારતમાં રિલીઝ થશે અને ફિલ્મ હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.