તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ ડેસ્કઃ છેલ્લા ઘણા દિવસથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચાઓને હવે સત્તાવાર સમર્થન મળ્યું છે. આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ એવી રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ની રિલીઝ કોરોનાવાઈરસના કેરને કારણે અનિશ્ચિત સમય માટે પાછી ઠેલી દેવાઈ છે. અગાઉ આ ફિલ્મ 24 માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ ગુરુવારે સાંજે અક્ષય કુમાર, રોહિત શેટ્ટી અને ફિલ્મના પ્રોડ્યુસર્સ એવા કરણ જોહર તથા રિલાયન્સ એન્ટરટેનમેન્ટનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી આ ફિલ્મને પાછી ઠેલવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી.
રોહિત શેટ્ટી પિક્ચર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લખ્યું છે કે,
‘‘સૂર્યવંશી નામના અનુભવને અમે એક વર્ષ કરતાં પણ વધુ સમયના ડેડિકેશન અને હાર્ડ વર્ક પછી ખાસ તમારા માટે તૈયાર કર્યો છે. ફિલ્મના ટ્રેલરને જે પ્રકારનો ઈલેક્ટ્રિફાયિંગ રિસ્પોન્સ સાંપડ્યો તેના પરથી અમને ખાતરી થઈ ગઈ કે આ ફિલ્મ ખરેખર ઓડિયન્સ માટે જ છે... આ ફિલ્મને તમારી અને તમારા પરિવારની સમક્ષ લાવવા માટે અમે પણ તમારા જેટલા જ ઉત્સાહિત છીએ, પરંતુ અત્યારે ફેલાયેલા COVID-19 (કોરોનાવાઇરસ)ના રોગચાળાને અને અમારી પ્રિય ઓડિયન્સના આરોગ્ય તથા સલામતીને ધ્યાનમાં લઈને અમે ફિલ્મના નિર્માતાઓએ તમારી ફિલ્મ સૂર્યવંશીની રિલીઝને પાછી ઠેલવાનું નક્કી કર્યું છે.
... અને એટલે જ સૂર્યવંશી હવે યોગ્ય સમય આવ્યે તમારી સમક્ષ રજૂ થશે. આખરે સલામતી સૌથી પહેલી પ્રાયોરિટી છે. ત્યાં સુધી રોમાંચ જીવતો રાખજો, તમારું ખાસ ધ્યાન રાખજો અને અડીખમ રહેજો. આપણે સૌ આમાંથી બહાર આવી જઈશું. - ટીમ સૂર્યવંશી’’
ઉલ્લેખનીય છે કે કોરોનાવાઈરસના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુરુવારે જ દિલ્હી સરકારે પોતાને ત્યાંનાં તમામ સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં અન્ય રાજ્યો પણ આ નિર્ણય લે તો નવાઈ નહીં.
રોહિત શેટ્ટી દિગ્દર્શિત ‘સૂર્યવંશી’ તેના ‘કોપ યુનિવર્સ’ની ફિલ્મ છે. તેમાં અક્ષય કુમાર પોલીસ અધિકારી ‘વીર સૂર્યવંશી’ની ભૂમિકા ભજવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં અજય દેવગણ ‘સિંઘમ’ તરીકે અને રણવીર સિંહ ‘સિમ્બા’ તરીકે જોવા મળશે. ફિલ્મમાં કેટરિના કૈફ, અભિમન્યુ સિંહ, ગુલશન ગ્રોવર, જેકી શ્રોફ, જાવેદ જાફરી, કુમુદ મિશ્રા જેવા કલાકારો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.