સેલેબ લાઈફ / પિતા આદિત્યના કંગના રનૌત સાથેના સંબંધો પર સૂરજ પંચોલીએ કહ્યું, જે થયું તે થવા જેવું નહોતું

Sooraj Pancholi on Aditya's relationship with Kangana Ranaut, what happened was not going to happen
X
Sooraj Pancholi on Aditya's relationship with Kangana Ranaut, what happened was not going to happen

Divyabhaskar.com

Nov 08, 2019, 04:40 PM IST

મુંબઈઃ કંગના રનૌત તથા આદિત્ય પંચોલીના સંબંધો જગજાહેર છે. હાલમાં જ આદિત્યના દીકરા સૂરજ પંચોલીએ પિતા તથા કંગના વચ્ચેના સંબંધો પર વાત કરી હતી. જોકે, તે  માતા-પિતાની વચ્ચે થયેલા વિખવાદને કારણે ઘણો દુઃખી હતો. હાલમાં સૂરજ પોતાની ફિલ્મ ‘સેટેલાઈટ શંકર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

શું કહ્યું સૂરજે?

1. આદિત્યા-કંગનાના સંબંધો પર શું કહ્યું?

સૂરજે ફિલ્મના પ્રમોશન દરમિયાન પિતા આદિત્ય તથા કંગના અંગે વાત કરી હતી. સૂરજે કહ્યું હતું કે તેમના સંબંધોએ કેવી રીતે પરિવારને અસર કરી અને તેની માતા ઝરીનાએ આ બધાનો કેવી રીતે સામનો કર્યો હતો. વધુમાં આદિત્યે કહ્યું હતું કે કંગના સાથેના તેના પિતાના સંબંધો તેમનો અંગત પ્રશ્ન હતો અને આથી જ તે આ બધામાં ઈનવોલ્વ થયો નહોતો. તેણે પોતાનો મોટાભાગનો સમય દાદા-દાદી સાથે પસાર કર્યો હતો. 

2. હવે, ઉકેલ આવી ગયો

સૂરજે કહ્યું હતું કે કંગનાની સાથે તેના પિતાના સંબંધો પૂરા થઈ ગયા છે અને હવે આ વાતનો ઉકેલ આવી ગયો છે. તેને એ વાતનો અફસોસ છે કે આ બધું થયું પરંતુ આ કંગના તથા આદિત્યની પર્સનલ મેટર હોવાને કારણે તે કોઈ મદદ કરી શક્યો નહીં. 

3. ઝરીના પરિવારની તાકત છે

માતા ઝરીનાની હિંમતના વખાણ કરતાં સૂરજે કહ્યું હતું કે તે પરિવારની તાકત છે. આ વાત તેના પિતાને ખબર છે. આદિત્ય ભલે શારીરિત રીતે સ્ટ્રોંગ લાગે પરંતુ તેની માતા વધુ મજબૂત છે. ઉલ્લેખનીય છે કે ઝરીનાએ પણ સ્વીકાર્યું હતું કે કંગના તથા આદિત્ય વચ્ચે સાડા ચાર વર્ષ સુધી સંબંધ રહ્યો હતો. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી