સોશિયલ મીડિયા / RSS ચીફ મોહન ભાગવત પર ભડકી સોનમ કપૂર, છૂટાછેડા પરના બયાનને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યું

Sonam Kapoor lashes out at RSS chief Mohan Bhagwat for divorcing statement

Divyabhaskar.com

Feb 17, 2020, 01:24 PM IST

બોલિવૂડ ડેસ્કઃ RSS ચીફ મોહન ભાગવત છૂટાછેડા પર આપેલા પોતાના બયાનને લઈને ચર્ચામાં છે. મોહન ભાગવતે કહેલું કે ભણેલા-ગણેલા લોકોમાં છૂટાછેડાના કિસ્સા વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ બયાન સામે આવતાં જ ઘણા લોકો મોહન ભાગવતની આ વાતની ટીકા કરી રહ્યા છે. આ લોકોમાં હવે અભિનેત્રી સોનમ કપૂરનો પણ સમાવેશ થયો છે.

સોનમ કપૂરે ટ્વીટ કરીને મોહન ભાગવતની આ વાતની નિંદા કરી છે. સોનમે લખ્યું કે, ‘સમજદાર માણસ આવી વાત થોડા કરે? પછાત અને મૂર્ખતાપૂર્ણ બયાન.’

સોનમ કપૂરની આ ટ્વીટ પર પણ સ્વાભાવિક રીતે જ લોકોનાં રિએક્શન આવી રહ્યાં છે. ઘણા યુઝર્સ સોનમ કપૂરને જ ખોટી ઠરાવી રહ્યા છે, તો ઘણા લોકો મોહન ભાગવત સાથે પણ સહમત છે. ભાગવતની આ વાતને લઈને સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે.

ફરી પાછા શું બોલ્યા ભાગવત?
છાશવારે કોઈ ને કોઈ વિવાદાસ્પદ બયાનોને લીધે ચર્ચામાં રહેતા RSS ચીફ મોહન ભાગવતે કહેલું કે, ‘અત્યારે સમાજમાં છૂટાછેડાના કિસ્સા વધી રહ્યા છે. સંપન્ન અને શિક્ષિત પરિવારોના છૂટાછેડાના કિસ્સા વધારે થાય છે, કારણ કે શિક્ષણ અને સંપન્નતાથી માણસની અંદર એરોગન્સ પેદા થાય છે. તેનું પરિણામ એ આવે છે કે પરિવારમાં અલગાવ આવે છે અને પરિવાર તૂટવા લાગે છે. ભારતમાં હિંદુ સમાજનો કોઈ વિકલ્પ નથી.’ એમની આ વાતનો ખાસ્સો વિરોધ થયો છે.

X
Sonam Kapoor lashes out at RSS chief Mohan Bhagwat for divorcing statement

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી