એનાઉન્સમેન્ટ / સોનાક્ષી સિન્હા અને બાદશાહ સ્ટારર ફિલ્મનું નામ ‘ખાનદાની શફાખાના’, 26 જુલાઈએ ફિલ્મ રિલીઝ થશે

Sonakshi Sinha's upcoming movie co starring Badshah titled Khandaani Shafakhana

  • આ ફિલ્મથી રેપર બાદશાહનું બોલિવૂડ ડેબ્યુ 

Divyabhaskar.com

Jun 12, 2019, 12:07 PM IST

બોલિવૂડ ડેસ્ક: સોનાક્ષી સિન્હા છેલ્લે કલંક ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારબાદ હવે તેણે પોતાની નેક્સ્ટ ફિલ્મના ટાઇટલની જાહેરાત કરી છે. તેની આગામી ફિલ્મ નું નામ ‘ખાનદાની શફાખાના’ છે. આ ફિલ્મથી રેપર બાદશાહ તેનું બોલિવૂડ ડેબ્યુ કરી રહ્યો છે. ઉપરાંત ફિલ્મની સ્ટારકાસ્ટમાં ‘ફુકરે’ ફેમ વરુણ શર્મા અને અનુ કપૂર પણ લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ ઘણા સમય અગાઉ જ પૂરું થઇ ગયું હતું પણ ફિલ્મનું ટાઇટલ જ જાહેર કરાયું ન હતું. ‘ખાનદાની શફાખાના’ ફિલ્મને શિલ્પી દાસગુપ્તાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સ ભૂષણ કુમાર, મૃગદીપ સિંહ લાંબા અને મહાવીર જૈન છે. ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થશે.

સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ફિલ્મના ટાઇટલની જાહેરાત કરતાં લખ્યું હતું કે, ક્યારના પૂછી રહ્યા છીએ કે પિક્ચરનું નામ શું છે? પિક્ચરનું નામ મળી ગયું. હું આ જણાવતાં ખૂબ ઉસ્તાહ અનુભવી રહી છું કે મારી ફિલ્મ ખાનદાની શફાખાના 26 જુલાઈએ રિલીઝ થઇ રહી છે.

અગાઉ બાદશાહે સોનાક્ષીની ફિલ્મ ‘નૂર’ના એક સોન્ગ ‘મૂવ યોર લક’માં તેની સાથે કામ કર્યું હતું. ત્યારબાદ હવે આ ફિલ્મમાં બન્ને એક્ટર તરીકે સાથે ઓનસ્ક્રીન જોવા મળશે. ‘ખાનદાની શફાખાના’ ફિલ્મને ગૌતમ મેહરાએ લખી છે. ફિલ્મમાં સોનાક્ષી એક ચુલબુલી પંજાબી ગર્લના રોલમાં છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં કુલભૂષણ ખરબંદા અને નદીરા બબ્બર પણ સામેલ છે.

X
Sonakshi Sinha's upcoming movie co starring Badshah titled Khandaani Shafakhana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી