‘લાલ કપ્તાન’ ફિલ્મમાં સોનાક્ષી સિન્હાનું સ્પેશિયલ અપિઅરન્સ, ફિલ્મ 18 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘લાલ કપ્તાન’માં સોનાક્ષી સિન્હાનું એક સ્પેશિયલ ગેસ્ટ અપિઅરન્સ છે. સોનાક્ષી છેલ્લે ‘કલંક’ ફિલ્મમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન બદલાખોર નાગા સાધુના રોલમાં છે. ફિલ્મ અગાઉ દશેરાના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મ 18 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. નવદીપ સિંહે ફિલ્મને ડિરેક્ટ કરી છે અને ‘ઈરોસ ઇન્ટરનેશનલ’ અને આનંદ એલ રાય આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યા છે.


ફિલ્મનાં કેરેક્ટર વિશે વાત કરતાં સૈફ અલી ખાને અગાઉ જણાવ્યું હતું કે, ‘હું એક બદલાખોર નાગા સાધુનો રોલ ભજવી રહ્યો છું. તેણે એક બ્રિટિશ સોલ્જરને મારી નાખ્યો હોય છે. તે કૂલ દેખાવા માટે માથા પર સ્કાર્ફ બાંધી રાખે છે.‘ વધુમાં સૈફે જણાવ્યું હતું કે, ‘મેકઅપ માટે 2 કલાકનો સમય લાગતો હતો. આ ગેટ અપ સાથે શૂટિંગમાં જવાનું મારા માટે જાણે રોજ યુદ્ધમાં જવા બરાબર હતું. ફિલ્મનું શૂટિંગ કાદવ-કીચડમાં અને ખરા તડકામાં થયું હતું.’


સોનાક્ષી આ ફિલ્મ સિવાય ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મમાં પણ જોવા મળશે. આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં સોનાક્ષી સામાજિક કાર્યકર ‘સુંદરબેન’ની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ગુજરાતનાં માધાપરની 300 મહિલાઓની હિંમત અને એકતાને બતાવશે જેમણે 1971ના ઈન્ડો-પાક યુદ્ધમાં ભારતની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો.

અન્ય સમાચારો પણ છે...