તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Shot In 'Nataraj Pose', The Look Of Kapil Dev By Ranveer Singh Was Released From The Film 83

‘નટરાજ પોઝ’માં શોટ મારતા ‘83’માં કપિલ દેવ બનેલા રણવીર સિંહનો લુક રિલીઝ થયો, ઓળખવો પણ મુશ્કેલ બન્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્કઃ કબીર ખાનના નિર્દેશન હેઠળ  બની રહેલી સ્પોર્ટ્સ ફિલ્મ ‘83’માં પ્રોસ્થેટિક મેકઅપનો જાદુ સોળે કળાએ ખીલ્યો છે. થોડા મહિનાઓ પહેલાં રણવીરની કપિલ દેવના લુકમાં તસવીર બહાર આવી હતી. ત્યારપછી હવે કપિલ દેવની ‘નટરાજ સ્ટાઈલ’માં ફટકો મારતા રણવીરની બીજી એક તસવીર રિલીઝ થઈ છે. ઈંગ્લેન્ડના ટ્રેન્ટ બ્રિજ વેલ્શ મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન રણવીરની આ તસવીર લેવામાં આવી છે.

કપિલ દેવની ઐતિહાસિક ઈનિંગ્સનું ટેલિકાસ્ટ નહોતું થયું
1983ના વર્લ્ડ કપની જે મેચમાં કપિલ દેવે આ શોટ ફટકારીને સેમિ ફાઈનલમાં ઝિમ્બાબ્વે સામે 175 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી, તેને ક્રિકેટ ચાહકો આજે પણ ભૂલ્યા નથી. રસપ્રદ વાત એ છે કે એ વખતે BBCની હડતાળને કારણે તે મેચનું રેકોર્ડિંગ કે પ્રસારણ સુદ્ધાં કરવામાં આવ્યું નહોતું. ફિલ્મમાં તે મેચને રિક્રિએટ કરવામાં આવી છે. અલબત્ત, રણવીર સિંહ અને તેના નિર્માતાઓએ ‘83’ ફિલ્મના અંતિમ શિડ્યુલનું શૂટિંગ પણ મુંબઈમાં પૂરું કરી લીધું છે. ફિલ્મ પ્રત્યે જિજ્ઞાસા ઊભી કરવાની પ્રમોશનલ સ્ટ્રેટેજીના ભાગરૂપે આ ફિલ્મની વધુ એક તસવીર સોમવારે રિલીઝ કરવામાં આવી છે. રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૂકેલી આ તસવીરને 14 લાખથી પણ વધુ લાઈક મળી ચૂકી છે. 

83 ફિલ્મના અન્ય ટીમ મેમ્બર્સ
રણવીર સિંહે કપિલ દેવની કાયામાં પ્રવેશ કરવા માટે કરેલી મહેનત દેખાઈ રહી છે. ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત સુનીલ ગાવસ્કર તરીકે તાહિર રાજ ભસીન, મોહિન્દર અમરનાથ તરીકે સાકિબ સલીમ, સંદીપ પાટિલ તરીકે એમના રિયલ લાઈફ પુત્ર ચિરાગ પાટિલ દેખાશે. કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકામાં દીપિકા પાદુકોણ પણ એક કેમિયોમાં દેખાશે.