તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહન્વી કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી અફઝા’ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાહન્વીની આ પહેલી ફિલ્મ છે જેમાં તે ડબલ રોલમાં દેખાશે
  • નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ડિરેક્ટર, સ્ક્રીન રાઇટર હાર્દિક મહેતા આ ફિલ્મના ડિરેક્ટર 
  • ફિલ્મમાં ‘ફુકરે’ ફેમ વરુણ શર્મા પણ સામેલ

બોલિવૂડ ડેસ્ક: રાજકુમાર રાવ અને જાહન્વી કપૂર સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી અફઝા’ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. આ ફિલ્મને ‘સ્ત્રી’ ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજન પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ‘ફુકરે’ ફેમ વરુણ શર્મા પણ સામેલ છે. આ ફિલ્મથી ગુજરાતી ડિરેક્ટર, સ્ક્રીન રાઇટર હાર્દિક મહેતા ડિરેક્ટર તરીકે એન્ટ્રી લઇ રહ્યો છે. રાજકુમારે ક્લેપ બોર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું કે, ‘કરને આ રહે હૈ અટેંશન પે કબ્ઝા, આજ સે શુરુ હોતી હૈ..RoohiAfza’

આ ફિલ્મમાં જાહન્વી રૂહી અને અફસાનાની ભૂમિકા ભજવશે જે બે તદ્દન વિરુદ્ધ વ્યક્તિત્ત્વ ધરાવતાં પાત્રો છે. જાહન્વીની આ પહેલી ફિલ્મ છે જેમાં તે ડબલ રોલમાં દેખાશે. અગાઉ દિનેશ વિજને જણાવ્યું હતું કે, વરુણ અને રાજકુમાર કોમેડી કરવામાં માહેર છે. ફિમેલ લીડમાં જાહન્વી એકદમ ફિટ બેસે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ યંગ, રિફ્રેશિંગ અને એકદમ ક્રેઝી છે અને જાહન્વી એકદમ એવી જ છે.

ડિરેક્ટર હાર્દિક મહેતાને ‘અમદાવાદમાં ફેમસ’ ડોક્યુમેન્ટરી માટે નેશનલ અવોર્ડ મળેલો છે. તેમના આ જ કામને કારણે તેઓ પ્રોડ્યૂસર દિનેશ વિજનની નજરમાં આવ્યા હતા. અગાઉ રાજકુમાર રાવ અને હાર્દિકે સાથે કામ કર્યું છે. ‘ટ્રેપ્ડ’ મૂવીનો રાઇટર હાર્દિક મહેતા હતો. ઉપરાંત ‘ક્વીન’, ‘લૂટેરા’ જેવી ફિલ્મોનો સ્ક્રિપ્ટ સુપરવાઇઝર પણ રહી ચૂક્યો છે.

આ ફિલ્મથી રાજકુમાર અને જાહન્વી પહેલીવાર સાથે કામ કરશે. પ્રોડ્યૂસર અને એક્ટરનો ડ્યુઓ ‘સ્ત્રી’ બાદ ફરી આ ફિલ્મમાં સાથે કામ કરશે. હાલ પૂરતી ફિલ્મની રિલીઝ ડેટ 20 માર્ચ, 2020 રખાઈ છે.

અન્ય સમાચારો પણ છે...