તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Shatrughan Sinha, Who Is Celebrating 74th Birthday, Said Does Not Party Like Before, Only Spends Time With Family

74મો જન્મદિવસ ઉજવી રહેલા શત્રુઘ્ન સિન્હા બોલ્યા - પહેલાંની જેમ પાર્ટી નથી કરતો, ફક્ત પરિવાર સાથે સમય વિતાવું છું

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્કઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લેજન્ડ એક્ટર શત્રુઘ્ન સિન્હા 9 ડિેસેમ્બરે પોતાનો 74મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ પ્રસંગે શત્રુઘ્ન સિન્હા અને તેમના દીકરા લવ સિન્હાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી. આ દરમિયાન બંનેએ પહેલાં કેવી રીતે બર્થ ડે સેલિબ્રેટ કરતા હતા તેની યાદો વાગોળી હતી.
 

શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું - 
‘હું મારો જન્મદિવસ સંપૂર્ણ ટોટલ પ્રાઇવસી સાથે ઉજવું છું. દિવસની શરૂઆત ઘરે પૂજા-પાઠ અને હવન કરીને ભગવાનનો આભાર માનવાથી થાય છે. ભગવાનનો આભાર માનું છું કે, તેમની કૃપાને કારણે જ અત્યાર સુધી પ્રતિષ્ઠિત જીવન જીવ્યું છે. રાજકીય, સામાજિક અને કળા ક્ષેત્રે સારું જીવન જીવવાની તક મળી છે. જો કે, મારો આ દિવસ પબ્લિક માટે નથી હોતો. આ એક પ્રાઇવેટ ફેમિલી ફંક્શન હોય છે. મને દરેક ક્ષેત્રમાં મળેલી ખ્યાતિ અને નામ અભૂતપૂર્વ અને અવિસ્મરણીય છે. આ માટે હું સૌ કોઇનો આભાર માનીશ. આ આભાર અને અર્પણનો સમય હોય છે. હવે પહેલાં જેવું નથી રહ્યું કે પાર્ટી-શાર્ટી કરું. બાળકો આ પ્રસંગે ચોક્કસપણે કેટલાક પ્લાન બનાવે છે. ક્યારેક અમે બધા સાથે બહાર જઇએ છીએ અથવા ઘરે જ સમય વિતાવીએ છીએ. આ સિવાય મારા સમર્થકો અને ચાહકો આ દિવસે થોડી ચેરિટી કરે છે, જેના માટે હું કોઈને કંઈ કહેતો પણ નથી. હું એમ પણ નથી કહેતો કે મારો જન્મદિવસ છે. આ તો ભગવાને આપેલો દિવસ છે. મારા જન્મદિવસ પર મારા વિશે કંઇપણ કહેવું એ મને શોભા નથી આપતું. પ્રામાણિકપણે, પોતાની મહિમા ગાવાનું મને ગમતું નથી.’

બાળપણમાં પાર્ટીમાં ઘરે જ 500 લોકો આવતા અને એ પણ બધા સ્ટાર્સ - લવ
લવે વાતચીત દરમિયાન જણાવ્યું - અમારી ટ્રેડિશન છે કે આ પ્રકારના દિવસોમાં પરિવાર સાથે રહેવું. પહેલાં અમે પાર્ટી કરતા હતા પણ હવે જનરલી ઉજવણી નથી કરતા પણ પર્સનલ સેલિબ્રેશન કરીએ છીએ. બાળપણમાં અમે એ પણ જોયું છે કે અમારા ઘરે જ 500 લોકો આવતા હોય અને એ તમામ સ્ટાર્સ હોય. હવે ઘર-ઘરના જ 20 લોકો મળીને પાર્ટી કરીએ છીએ.


વર્ષ 1999માં જ્યારે ઘરે પિતાનો બર્થ ડે સેલિબ્રેટ થયો એ દિવસે ઘર પર સ્ટાર્સનો જમાવડો લાગેલો હતો. એ દિવસે સ્પેશિયલ એ વાત હતી કે તેમની જનરેશનના લગભગ તમામ સ્ટાર્સ આવ્યા હતા અને સાથે ન્યૂ એજ જનરેશન સ્ટાર્સ પણ હાજર હતા. આમ તો પિતાને ગિફ્ટ્સ પસંદ નથી પણ મારા વિચાર મુજબ તેમનાં જીવનની અત્યાર સુધીન સૌથી મોટી ગિફ્ટ મમ્મી જ છે. બાળપણમાં અમે ત્રણેય ભાઈ-બહેન પણ પિતાને હેન્ડ મેડ કાર્ડ બનાવીને આપતા હતા.


મને યાદ છે કે એકવાર પિતાને કોઇએ બર્થ ડે પર બહુ હેવી માળા પહેરાવી હતી તો તેમણે પછી એ માળા અમને બાળકોને પહેરાવી દીધી. એ માળાને સાચવવી બહુ અઘરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો