નિધન / શાહરુખ ખાનના કઝીન નૂર જહાંનું પાકિસ્તાનમાં મૃત્યું થયું, લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યાં હતાં

Shahrukh Khan's cousin Noor Jahan died in Pakistan, was suffering from oral cancer for a long time

Divyabhaskar.com

Jan 29, 2020, 01:00 PM IST

બોલિવૂડ ડેસ્ક: શાહરુખ ખાનના કાકાની દીકરી નૂર જહાંનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ 52 વર્ષની ઉંમરે નૂર જહાંએ પાકિસ્તાન માં પેશાવરમાં અંતિમ શ્વાસ લીધા. નૂર જહાંના પતિના જણાવ્યા અનુસાર તેમને મોઢાનું કેન્સર હતું.

રાજનીતિમાં નૂર જહાં સક્રિય હતાં
જિલ્લા અને નગર કાઉન્સેલર રહી ચૂકેલ નૂર જહાં પોલિટિક્સમાં સક્રિય હતાં. તેમણે 2018ની ચૂંટણીમાં પીકે-77 ક્ષેત્રથી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ પાછળથી ઉમેદવારી પાછી ખેચી લીધી હતી.

1997 અને 2011માં ભારત આવ્યાં હતાં

નૂર જહાં પોતાના ભાઈ શાહરુખને મળવા 1997 અને 2011માં ભારત આવ્યાં હતાં. બાળપણમાં શાહરુખ પણ બે વખત માતાપિતા સાથે પેશાવર ગયો હતો. નૂર જહાં અને શાહરુખનો પરિવાર ફોન પર એકબીજા સાથે સંપર્કમાં હતો.

શાહરુખ પેશાવર જવા ઈચ્છતો હતો
થોડા વર્ષ પહેલાં શાહરુખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મારો પરિવાર પેશાવરથી છે અને હજુ પણ અમુક લોકો ત્યાં રહે છે. હું ત્યાં જવા માટે ઉત્સુક છું. બાળકોને પણ ત્યાં લઇ જવા ઈચ્છું છું કારણકે મારા પિતા પણ મને 15 વર્ષની ઉંમરે ત્યાં લઇ ગયા હતા. પિતા સાથે પેશાવર, કરાચી અને લાહોરમાં જે પળો વિતાવી હતી તેની ઘણી સુંદર યાદો છે. ત્યાંના લોકો મહેમાનગતિ સારી કરે છે. ત્યાંથી મેં લોકોને પ્રેમ કરતા શીખ્યું છે.’

X
Shahrukh Khan's cousin Noor Jahan died in Pakistan, was suffering from oral cancer for a long time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી