'ભારત' અને 'ઉરી'ને પછાડીને શાહિદ કપૂરની 'કબીર સિંહ' બની 2019ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર તથા કિઆરા અડવાણીની ફિલ્મ 'કબીર સિંહ' 2019ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. 'કબીર સિંહ'એ સલમાન ખાનની ફિલ્મ 'ભારત' તથા 'ઉરી' કરતાં વધુ કમાણી કરી છે. આ ફિલ્મે 20 દિવસમાં 246.28 કરોડની કમાણી કરી છે.

2019માં રિલીઝ થયેલી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ્સ

ફિલ્મનું નામકમાણી (કરોડોમાં)
કબીર સિંહ246.28
ઉરી245.36
ભારત211.07
કેસરી154.41
ટોટલ ધમાલ154.23

ઓલ ટાઈમ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ્સ

ફિલ્મનું નામ કમાણીકમાણી (કરોડોમાં)
બાહુબલી 2510.99
દંગલ     387.38
સંજુ     342.53
પીકે ​​​​​​​     340.8
ટાઇગર ઝિંદા હૈ     339.16
બજરંગી ભાઈજાન ​​​​​​​     320.34
પદ્માવત ​​​​​​​     302.15
સુલતાન   300.45
ધૂમ 3     284.27
કબીર સિંહ248.28

3123 સ્ક્રીન્સમાં રિલીઝ
'કબીર સિંહ' 3123 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. નોન હોલિડે રિલીઝ, એ સર્ટિફિકેટ, નોર્મલ ટિકિટ રેટ, ક્રિકેટ વર્લ્ડ કપ હોવા છતાંય બોક્સ ઓફિસ પર આ ફિલ્મે બમ્પર કમાણી કરી છે. આટલું જ નહીં ક્રિટિક્સે પણ ફિલ્મને લઈ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે. ફિલ્મે કમાણીને લઈને કરવામાં આવેલી આગાહીઓ ખોટી પાડી છે.

'અર્જુન રેડ્ડી'ની રીમેક
શાહિદની આ ફિલ્મ 2017માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની ઓફિશિયલ રીમેક છે. આ ફિલ્મને સેન્સર બોર્ડે એ સર્ટિફિકેટ આપ્યું છે. આ ફિલ્મ તમિળમાં 'આદિત્ય વર્મા'ના ટાઈટલ સાથે બની છે.