સેલેબ લાઈફ / શાહિદ કપૂરે કહ્યું, કરીના કપૂરે મને તેના લગ્નમાં બોલાવ્યો નહોતો

Shahid Kapoor said,

Divyabhaskar.com

Jun 12, 2019, 11:49 AM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર હાલમાં જ નેહા ધૂપિયાના શો 'બીએફએફ વિથ વોગ'માં આવ્યો હતો. શાહિદ કપૂરે અહીંયા પ્રોફેશનલ તથા પર્સનલ લાઈફ અંગે ચર્ચા કરી હતી. શાહિદ કપૂરે શોમાં પોતાની પૂર્વ પ્રેમિકાઓ કરીના કપૂર તથા પ્રિયંકા ચોપરા અંગે વાત કરી હતી.

પ્રિયંકાએ શાહિદને આમંત્રણ આપ્યું હતું
શોમાં શાહિદ કપૂરે કહ્યું હતું કે ગયા વર્ષે મુંબઈમાં પ્રિયંકા-નિક જોનાસનું રિસેપ્શન હતું તો તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે શાહિદને સવાલ કરવામાં આવ્યો કે 2012માં કરીનાએ સૈફ સાથે લગ્ન કર્યાં ત્યારે એક્ટ્રેસે તેને લગ્નમાં બોલાવ્યો હતો કે નહીં? જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તેને યાદ નથી કે કરીનાએ તેને બોલાવ્યો હતો કે નહીં. કારણ કે બહુ સમય થઈ ગયો પરંતુ તેને લાગે છે કે તેને આમંત્રણ મળ્યું નહોતું.

'રંગ દે બસંતી'ના કરવાનો અફસોસ
ફિલ્મ્સ અંગે વાત કરતાં શાહિદે કહ્યું હતું કે તેને 'રંગ દે બસંતી'માં સિદ્ધાર્થનો રોલ ઓફર થયો હતો. તેને આ ફિલ્મ ના કરવાનો અફસોસ છે. સ્ક્રિપ્ટ વાંચતા સમયે તે રડી પડ્યો હતો. તેને આ ફિલ્મ ઘણી જ પસંદ આવી હતી પરંતુ સમયના અભાવે તે આ ફિલ્મ કરી શક્યો નહીં. શાહિદને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને અત્યાર સુધી કરેલી કઈ ફિલ્મ્સ એવી લાગે છે કે તેણે નહોતી કરવા જેવી? જેના જવાબમાં શાહિદે 'શાનદાર' ફિલ્મ કરવા જેવી નહોતી તેમ કહ્યું હતું. શાહિદના મતે, આ ફિલ્મ જોયા બાદ તે પણ મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો.

21 જૂને 'કબીર સિંહ' રિલીઝ થશે
શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' 21 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મ 2017માં આવેલી તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની હિંદી રીમેક છે.

X
Shahid Kapoor said,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી