વેલેન્ટાઈન ડે 2020 / શાહિદ કપૂર-મીરા રાજપૂતે ઘરને ફૂલોથી ડેકોરેટ કર્યું, અનિલ કપૂરે પોતાના સુપરપાવરનું રહસ્ય છતું કર્યું

Shahid Kapoor-Mira Rajput decorates house with flowers, Anil Kapoor reveals the secret of his superpower

Divyabhaskar.com

Feb 14, 2020, 01:52 PM IST

મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સે વેલેન્ટાઈન ડે પર ઈમોશનલ મેસેજ શૅર કરીને આ ખાસ દિવસ સેલિબ્રેટ કર્યો છે. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે વેલેન્ટાઈન ડે પર ખાસ તસવીરો શૅર કરી હતી, જેમાં મીરાએ આખું ઘર ફૂલોથી ડેકોરેટ કર્યું છે.

શાહિદ-મીરાનું ઘરે, ફૂલો તથા બુકેથી ડેકોરેટ કરવામાં આવ્યું છે

મીરાએ ઘરમાં અલગ-અલગ જગ્યાએ બુકે તથા ફૂલો મૂક્યા છે

લાગે છે કે શાહિદે મીરા રાજપૂતને વિવિધ સાઈઝ તથા શૅપના બુકે આ ખાસ પ્રસંગે મોકલવ્યા છે. એક બુકે હાર્ટ શૅપનું પણ છે. અનિલ કપૂરે પત્ની સુનિતાને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી છે. અનિલ કપૂરે લખ્યું હતું, પ્રેમમાં પાગલ બે વ્યક્તિઓ સાથે જીવન વિતાવે છે. તારી સાથે દરેક દિવસ વેલેન્ટાઈન ડે છે. મારી સફળતાનું રહસ્ય તે છે. હંમેશાં અને કાયમ...

શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રા માટે તસવીરો ભેગી કરીને એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં શિલ્પાએ કહ્યું હતું કે તે અને રાજ પહેલાં મિત્રો હતાં અને પછી પાર્ટનર બન્યા. આ વીડિયો સાથે શિલ્પાએ ઈમોશનલ મેસેજ શૅર કર્યો હતો, જેમાં એક્ટ્રેસે કહ્યું હતું, વેલેન્ટાઈન ડે, તમે જે વચનો આપ્યા તે પૂરા કર્યાં. હું તમને મારા કહીને ખુશ છું. કારણ કે તમને તેઓ બનાવતા નથી. મારી પાસે વધારે શબ્દો નથી. બસ એટલું જ કે આજે અને દરરોજ, આઈ લવ યુ.

કિઆરા અડવાણીએ પણ વેલેન્ટાઈન ડે પર પોતાની ખાસ તસવીરો શૅર કરીને કહ્યું હતું, પોતાની જાતને પ્રેમ કરવો એ સુપરપાવર છે. જ્યારે તમે અંદરથી બદલાશો, ત્યારે તમારી આસપાસનું બધું જ બદલાશે.

વરુણ ધવને ચાહકોને સલાહ આપતા કહ્યું હતું કે પાર્ટનરને ક્યારેય છેતરો નહીં. તેણે એક વીડિયો શૅર કર્યો હતો અને ચાહકોને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી.

X
Shahid Kapoor-Mira Rajput decorates house with flowers, Anil Kapoor reveals the secret of his superpower

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી