તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈજાગ્રસ્ત થયા બાદ શાહિદ કપૂર મુંબઈ પરત ફર્યો, ચહેરા પર 13 ટાંકા હોવાથી માસ્ક પહેર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુંબઈઃ શાહિદ કપૂર શનિવારના (11 જાન્યુઆરી) રોજ પત્ની મીરા સાથે મુંબઈ પરત ફર્યો હતો. એરપોર્ટ પર શાહિદ કપૂરે ચહેરા પર માસ્ક પહેરી રાખ્યો હતો. નોંધનીય છે કે ફિલ્મ ‘જર્સી’ના શૂટિંગ દરમિયાન શાહિદને બોલ વાગ્યો હતો અને તેને કારણે તેને નીચેના હોઢ પર ઈજા થઈ હતી અને 13 ટાંકા લેવા પડ્યાં હતાં. 

ચાર-પાંચ દિવસ સુધી શાહિદ શૂટિંગ કરી શકશે નહીં
શાહિદ કપૂર ચંદીગઢમાં ફિલ્મનું શૂટિંગ કરતો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો. ઈજા થવાથી તે ચાર-પાંચ દિવસ સુધી શૂટિંગ કરી શકશે નહીં. તેના હોઠ પર સોજો છે અને ટાંકા રૂઝાતા પણ સમય લાગી શકે છે. 

પ્રેકિટસ દરમિયાન બોલ વાગ્યો
સૂત્રોના મતે, શાહિદ ચંદીગઢના પીસીએ મોહાલી ફેઝ 22ના ગ્રાઉન્ડમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો અને આ સમય દરમિયાન ફાસ્ટ બોલને કારણે તેને નીચેના હોઢ પર વાગ્યું હતું. બોલની સ્પીડ ઘણી જ હોવાથી શાહિદના નીચેના હોઠ પર ઊંડો ઘા પડ્યો હતો. ડોક્ટરે શાહિદના રૂમમાં જ 13 ટાંકા લીધા હતાં.

મીરા તરત જ ચંદીગઢ આવી ગઈ
શાહિદને ઈજા થવાની વાત મળતાં જ મીરા રાજપૂત તરત જ ચંદીગઢ આવી ગઈ હતી. શાહિદ હવે પહેલાં કરતાં ઘણો જ સ્વસ્થ છે. 

ગયા વર્ષે ડિસેમ્બરમાં શાહિદ બીમાર થયો હતો
ગત વર્ષે ડિસેમ્બરમાં પણ શાહિદ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે બીમાર પડ્યો હતો. તે સમયે પણ એક્ટરના ખરાબ સ્વાસ્થ્યના કારણે શૂટિંગને લાંબા સમય માટે અટકાવી દેવામાં આવ્યું હતું. જોકે, ફિલ્મના ડિરેક્ટર ગૌતમ તિન્નાનુરી અને નિર્માતા અમન ગિલે શાહિદના ડેડિકેશનના વખાણ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે તેલુગુ ફિલ્મ ‘જર્સી’માં સાઉથ એક્ટર નાની લીડ રોલમાં હતો. તે ફિલ્મમાં અર્જુન નામના કેરેક્ટરમાં હતો. ઇન્ડિયન ક્રિકેટમાં કંઈક મોટું કરવાની આશા પૂરી કરવા માટે તે જે સ્ટ્રગલ કરે છે તેની આસપાસ સ્ટોરી વણાય છે. 36 વર્ષની ઉંમરે એક ફેઈલ ક્રિકેટર પરિસ્થિતિને આધીન થઈને ગેમમાં પરત ફરે છે અને તે કઈ રીતે આગળ વધે છે તે જ ફિલ્મની સ્ટોરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો