ઇન્વેસ્ટમેન્ટ / મલાઈકા અરોરા બાદ હવે શાહિદ કપૂર અને મીરા રાજપૂતે પણ ‘સર્વા’ યોગ અને વેલનેસ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું

Shahid Kapoor and Mira Rajput also invested in 'Sarva' Yoga and Wellness Startup after Malaika Arora

Divyabhaskar.com

Jun 13, 2019, 12:57 PM IST

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર્સ એક્ટિંગની સાથે બિઝનેસ પર પણ હાથ અજમાવતા રહે છે. થોડા સમય પહેલાં જ મલાઈકા અરોરાએ એક યોગ અને વેલનેસ સ્ટાર્ટઅપ ‘સર્વા’માં રોકાણ કર્યું હતું. ત્યારબાદ હવે આ જ સ્ટાર્ટઅપમાં બોલિવૂડ કપલ શાહિદ કપૂર અને મીરા રાજપૂતે પણ રોકાણ કર્યું છે. આ સ્ટાર્ટઅપની શરૂઆત સર્વેશ શશીએ કરી હતી. તે હાલ આ સ્ટાર્ટઅપના CEO પણ છે. આ સ્ટાર્ટઅપમાં મલાઈકા, શાહિદ, મીરાની સાથે હોલિવૂડ એક્ટ્રેસ જેનિફર લોપેઝ અને અમેરિકન બેઝબોલ પ્લેયર અલેક્સ રોડ્રિગ્સે પણ રોકાણ કર્યું છે.

મીરા રાજપૂતે સર્વાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું કે, ‘7 બિલિયન લોકોને એકસાથે જોડી રહ્યા છીએ.’ ઉપરાંત મીરાંએ જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા ઘણા વર્ષથી વિચારી રહી હતી કે કોઈ એવા આઈડિયા કે વેન્ચરને સપોર્ટ કરું જેની સાથે હું પેશનેટલી જોડાયેલી હોવ. સર્વેશ સાથે એમ જ મુલાકાત થઇ અને તરત જ એવી વાતચીત થઇ કે કઈ રીતે અમે સાથે મળીને યોગ આધારીત વેલનેસનો મેસેજ દરેક લોકો સુધી પહોંચાડી શકીએ.

શાહિદ કપૂરે જણાવ્યું કે, ‘ફિટનેસ અને વેલનેસ સાથે મારી જર્ની હું બે દાયકા પહેલાં જ્યારે ટીનેજર હતો ત્યારથી શરૂ થઇ હતી. આટલા વર્ષોમાં મેં ફિટનેસ અને સ્વસ્થ જીવનના ફાયદા જોયા છે માટે જ્યારે અમે સર્વેશને મળ્યા અમે તરત જ સર્વાના વિઝન સાથે કનેક્ટ કરી શક્યા.’

‘સર્વા’
‘સર્વા’ સ્ટાર્ટઅપના હાલ 31 શહેરમાં કુલ 91 સ્ટુડિયો છે. વર્ષ 2020 સુધીમાં તેઓનો 500 જેટલા સ્ટેટ ઓફ આર્ટ સ્ટુડિયો ખોલવાનો ટાર્ગેટ છે.

X
Shahid Kapoor and Mira Rajput also invested in 'Sarva' Yoga and Wellness Startup after Malaika Arora
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી